fbpx
ભાવનગર

શિશુવિહાર સંસ્થા પ્રાંગણમાં બેટી બચાવો બેટી પઢાવો મેળો યોજાઈ ગયો

ભાવનગર સશક્ત અને સુપોષિત કિશોરી અભિયાન અંતર્ગત ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા શિશુવિહાર સંસ્થા પ્રાંગણમાં બેટી બચાવો બેટી પઢાવો મેળો યોજાઈ ગયોયો… દેશની નવી પેઢી કુશળ રહે તેવા શુભ આશયથી 5 જાન્યુઆરીએ યોજાયેલ મેળામાં  માનનીય મેયર .શ્રી ધારાસભ્યશ્રી  કલેક્ટરશ્રી તેમજ સંકલિત મહિલા બાળ વિકાસ વિભાગ દ્વારા ચાલતા બાલવાડી વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે 700 થી વધુ કિશોરીઓને તેના વિકાસ અને સંરક્ષણ હેતુ ને લક્ષમાં રાખી માર્ગદર્શન આપવામાં આવેલ શિશુવિહાર સંસ્થાએ પણ છેલ્લા 11વર્ષથી યોજાતા આંગણવાડી તાલીમનું નિદર્શન આપ્યું હતું… આ પ્રસંગે  શહેરના પ્રથમ નાગરિક  માનનીય કીર્તિબેન દાણીધારીયા ના વરદ હસ્તે શિશુવિહાર ની સેવા પ્રવૃત્તિનું અભિવાદન થયું હતું. જે સંસ્થાના મંત્રી શ્રી ડોક્ટર નાનકભાઈ ભટ્ટે સ્વીકાર્યું હતું… સમગ્ર કાર્યક્રમનું સંકલન ઘટક એક અને બે ના જિલ્લા સંયોજકો એ દ્વારા થયું.

Follow Me:

Related Posts