fbpx
ભાવનગર

તળાજા તાલુકાના ઘાટરવાળા ગામ ખાતે પીવાના પાણીની પાઇપલાઇન નું લોકાર્પણ કરવામાં આવ્યું

તળાજા તાલુકાના ઘાટરવાળા ગામ ખાતે પીવાના પાણીની પાઇપલાઇન નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ઠળિયા થી ઘાટરવાળા આવેલી આ પાઇપલાઇનના ઉદ્ઘાટન કાર્યક્રમ તળાજા વિસ્તારના ધારાસભ્ય ગૌતમભાઈ ચૌહાણ તેમજ જિલ્લા પંચાયતના દંડક મંગાભાઈ બાબરીયા, વિનુભાઈ બિલ્ડર, પ્રતાપભાઈ મોભ, જોરસંગભાઈ પરમાર, રાણાભાઇ સોલંકી સહિત ભાજપના પદાધિકારીઓ , ગામજનો ની હાજરીમાં આ કાર્યક્રમ યોજાયો હતો.  સાથો સાથ ઘાટરવાળા ગામની પ્રાથમિક શાળા ખાતે નવા બનેલા શેડનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની આભાર વિધિ ચાપરાજભાઈ મોભે કરી હતી.

Follow Me:

Related Posts