અમરેલી

લાઠીના ધામેલ ગામે બાગાયતી પ્રાકૃતિક ખેતી અંગે ખેડૂતોને માર્ગદર્શન અપાયું

‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા દેશના ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ ઢળવાનું આહ્વાન કરવામાં આવ્યું છે, ત્યારે બાગાયતી પાકોમાં પ્રાકૃતિક ખેતી કરી અને સારા પરિણામો મળે અને ખેડૂતો બાગાયતી પાકોમાં પણ પ્રાકૃતિક ખેતી કરે તેવા હેતુથી લાઠી તાલુકાના ધામેલ મુકામે નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, અમરેલી દ્વારા બાગાયતી પાકોમાં પ્રાકૃતિક ખેતી અંગે ખેડૂત પરિસંવાદ અને ખેડૂત તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ તાલીમ શિબિરમાં ખેડૂતોને બાગાયતી પાકોમાં પ્રાકૃતિક ખેતી, સંકલિત રોગ જીવાત નિયંત્રણ, બાગાયતી પાકોમાં મૂલ્યવર્ધન, બાગાયત ખેતીવાડી વિભાગની વિવિધ સહાયલક્ષી યોજનાઓ તેમજ ડ્રીપ ઇરીગેશન વિશે વિસ્તૃત જાણકારી ખેડૂતોને આપી અને વધુમાં વધુ ખેડૂતો સરકારશ્રીની યોજનાઓનો લાભ લે તેવો અનુરોધ કરવામાં આવ્યો હતો. વધુમાં ખેડૂતોને મૂંઝવતા પ્રશ્નોનું નિવારણ પણ કરવામાં આવ્યું હતું. આ તાલીમ શિબિરમાં અમરેલી જિલ્લાના કૃષિ વૈજ્ઞાનિકશ્રી પિનાકીનભાઈ પ્રજાપતિ, બાગાયત અધિકારીશ્રી અક્ષયભાઈ ચૌહાણ, બાગાયત અધિકારીશ્રી અવનીબેન ગૌસ્વામી, બાગાયત અધિકારીશ્રી હેમાંશીબેન પુરોહિત, ગ્રામસેવકશ્રી વિજયભાઈ પરમાર તથા જૈન ઇરીગેશનના પ્રતિનિધિ પરેશભાઈ વઘાસીયા અને લાલજીભાઈ વિરમગામા ઉપસ્થિત રહ્યા હતા.

Related Posts