ભારતમાં ૧૬૦ ચાઈનીઝ કંપની રમકડા વેચી શકશે નહીં, જાણો શું છે તેની પાછળનું કારણ
સરકારે શુક્રવારે કહ્યું છે કે, તેણે ભારતમાં રમકડાં વેચતી લગભગ ૧૬૦ જેટલી ચાઈનીઝ કંપનીઓને હજૂ સુધી જરુરી ગુણવત્તા સર્ટિફિકેટ આપ્યા નથી. આ મોડુ થવા પાછળ કોવિડ- ૧૯ મહામારી હોવાનું કહેવાય છે. ભારતે જાન્યુઆરી ૨૦૨૧માં જ દેશમાં રમકડાંના વેચાણ માટે ભારતીય માપદંડ બ્યૂરોમાંથી ૈંજીૈં ગુણવત્તા સર્ટિફિકેટ લેવાનું ફરજિયાત કરી દીધું છે. બીઆઈએસના ડીરેક્ટર પ્રમોદ કુમાર તિવારીએ કહ્યું છે કે, ચીનની લગભગ ૧૬૦ રમકડાં બનાવતી કંપનીઓને છેલ્લા બે વર્ષમાં મ્ૈંજી ગુણવત્તા સર્ટિફિકેટ આપવા માટે અરજી કરી છે. અમે હજૂ સુધી કોવિડ- ૧૯ મહામારીને ધ્યાને રાખતા તેમને સર્ટિફિકેટ આપ્યા નથી. મોટા ભાગે બીઆઈએસ ગુણવત્તા પ્રમાણપત્રને કારખાનાના નિરીક્ષણ બાદ આપવામાં આવે છે.
તેમણે કહ્યું કે, મહામારી સંબંધી પ્રતિબંધો અને સ્વાસ્થ્ય સંબંધી ચિંતાઓના કારણે બીઆઈએસ અધિકારી ચીનનો પ્રવાસ નહીં કરી શકે. તિમારીએ ચીની રમકડાં કંપનીઓ વિશે કહ્યું કે, તેમણે અમને નીરિક્ષણ માટે આમંત્રણ નથી આપ્યા અને અમે પણ મહામારીના કારણે ચીનમાં જઈ શક્યા નથી. છેલ્લા બે વર્ષમાં બીઆઈએસે ૨૯ વિદેશી રમકડા વિનિર્માતાને ગુણવત્તા પ્રમાણપત્ર આપ્યા છે, જેમાં ૧૪ વિયેતનામની છે. આ દરમિયાન બીઆઈએસે ૯૮૨ ભારતીય રમકડા બનાવતી કંપનીઓને પ્રમાણપત્ર આપ્યા છે. ગ્રાહક ફરિયાદ કરે.. તિવારીએ કહ્યું કે, જાે ગ્રાહકોને લાગે છે કે, દેશમાં ગેરકાયદેસર રીતે મેડ ઈન ચાઈના રમકડા વેચવામાં આવી રહ્યા છે. તો તેની ફરિયાદ કરી શકે છે. આપને જણાવી દઈએ કે, ૨૦૨૨ના આંકડા અનુસાર, છેલ્લા ૩ વર્ષમાં ભારતના રમકડાની આયાત લગભગ ૭૦ ટકા ઘટી ગઈ છે અને નિકાસ ૬૧ ટકા વધી ગઈ છે.
આ ડેટા ગત વર્ષે વાણિજય મંત્રાલયે જાહેર કર્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ દેશમાં રમકડા બનાવવા માટે પ્રોત્સાહન આપી રહ્યા છે. તેનું બહુ મોટુ કારણ છે કે, રમકડા પર હાલમાં પણ ચીનનો એકાધિકાર જાેવા મળે છે. જાે કે, હવે તેને ભારતમાં પડકાર મળી રહ્યો છે. શું છે નિર્માતાઓનો મત… તે.. જાણી.. હાઈ ક્વાલિટી પ્લાસ્ટિક ટોય બનાવતી કંપની યૂનાઈટેડ એજન્સી ડિસ્ટ્રીબ્યૂટર એલએલપીના અનુભવ જૈને કહ્યું કે, ચાઈનીઝ રમકડાની આયાતને પ્રતિબંધ કરવાથી ઘરેલૂ રમકડા બનાવતા વેપારીઓને પ્રોત્સાહન મળશે. તેનાથી સ્થાનિક નિર્માતાની વચ્ચે હરીફાઈ વધશે. તેમણે કહ્યું કે, પીએમ મોદી આ સંબંધમાં બોલતા આ ઉદ્યોગને ખૂબ જ ગતિ મળી છે.
Recent Comments