સ્લીપર કોચ બસમાં દારૂ લાવી કટિંગ કરતો, જસદણના આટકોટ પોલીસે દારૂનો જથ્થો ઝડપ્યો
જસદણના આટકોટ પોલીસ સ્ટેશનના સ્ટાફે વેરાવળથી બીલડી જતા કાચા રસ્તે આવેલી ભુરાભાઈ ગાંડુભાઈ વાઘેલાની વાડીએ રેડ કરી હતી. જેમાં પ્રિન્સ ટ્રાવેલ્સ નામની સ્લીપર બસના ચોરખાનામાંથી ૧૦.૨૬ લાખનો વિદેશી દારૂ સંતાડ્યો હોવાનું ખુલ્યું હતું. પોલીસે બસમાં રહેલા ચોરખાનામાંથી ૨૮૬ પેટી વિદેશી દારૂ ઝડપી લીધો હતો. પોલીસ તપાસમાં રાજકોટ રૂરલ પોલીસ હેડક્વાર્ટરમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતો વિશાલ સોલંકી દારૂની ખેપ મારતો હોવાનું ખુલતા તેને ઝડપી લીધો હતો.
રાજસ્થાન પાસિંગની પ્રિન્સ ટ્રાવેલ્સ નામની સ્લીપર કોચ બસના સોફા હેઠળ ચોરખાનું બનાવવામાં આવ્યું હતું. આ ચોરખાનામાં રાજસ્થાનથી દારૂની હેરાફેરી થતી હોવાનું જાણવા મળ્યું છે. આટકોટ પોલીસે આજે સવારે વાડીમાં દોરોડા પાડ્યા હતા અને દારૂના જથ્થા સાથે પાંચ આરોપીની ધરપકડ કરી છે. આટકોટ પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલે ફરિયાદ કરતા આરોપીઓ સામે પ્રોહિબિશન એક્ટ કલમ ૬૫ (એ) (ઇ), ૧૧૬ (બી), ૮૧, ૯૮ (૨) મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
Recent Comments