fbpx
બોલિવૂડ

‘ધ કાશ્મીર ફાઇલ્સ’ની ઓસ્કાર ૨૦૨૩માં એન્ટ્રી, ફિલ્મનિર્દેશકે કહ્યું, “ભારતીય સિનેમા માટે ગર્વની વાત”

કાશ્મીરી પંડિતોની વેદના દર્શાવતી વર્ષ ૨૦૨૨ની ફિલ્મ ધ કાશ્મીર ફાઇલ્સને એક મોટી ઉપલબ્ધિ મળી છે. આ ફિલ્મને ઓસ્કાર ૨૦૨૩ માટે શોર્ટલિસ્ટ કરવામાં આવી છે. જ્યારે આ ફિલ્મ રિલીઝ થઈ ત્યારે તે ચર્ચામાં હતી. ફિલ્મનો વિરોધ પણ કરવામાં આવ્યો હતો. પરંતુ ઓછા બજેટની આ ફિલ્મે જબરદસ્ત કમાણી કરીને બધાને ચોંકાવી દીધા હતા. હવે આ ફિલ્મને ઓસ્કાર માટે શોર્ટલિસ્ટ કરવામાં આવી છે. ફિલ્મના નિર્દેશક વિવેક અગ્નિહોત્રીએ આ ખાસ ખુશખબર ચાહકો સાથે શેર કરી છે. ભારતીય સિનેમા માટે ગર્વની વાત છે કે આ ફિલ્મને વૈશ્વિક સ્તરે ઓળખ મળી રહી છે. વિવેકે ટ્‌વીટ કરીને લખ્યું – ૨૦૨૩ ઓસ્કાર માટે જાહેર કરવામાં આવેલી પ્રથમ યાદીમાં કાશ્મીર ફાઇલ્સનો સમાવેશ કરવામાં આવ્યો છે. ભારત તરફથી મોકલવામાં આવેલી પાંચ ફિલ્મોમાંથી આ એક છે.

મારા તરફથી દરેકને શુભકામનાઓ. ભારતીય સિનેમા માટે અદ્ભુત વર્ષ. તમને જણાવી દઈએ કે કાશ્મીર ફાઈલ્સમાં તમામ કલાકારોએ શાનદાર અભિનય કર્યો હતો. આનું પરિણામ તેમને મળી રહ્યું છે. અનુપમ ખેર, પલ્લવી જાેશી, મિથુન ચક્રવર્તી અને દર્શન કુમારને ફિલ્મમાં શ્રેષ્ઠ અભિનયની શ્રેણી માટે શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા છે. ફિલ્મના ચાર કલાકારોને એકસાથે શોર્ટલિસ્ટ કરવાથી ખબર પડે છે કે તેઓ ફિલ્મમાં કેટલા પ્રભાવશાળી હતા.

આ સારા સમાચાર શેર કરતા વિવેકે લખ્યું – આ તો માત્ર શરૂઆત છે. હજુ ઘણી લાંબી સફર કાપવાની છે. આ તમામ કલાકારોને મારા બ્લેસિંગ્સ. આ ફિલ્મ રિલીઝ થતાની સાથે જ લીક થઈ ગઈ હતી, ત્યારબાદ વિવેકે બધાને તેને થિયેટરોમાં જાેવાની વિનંતી કરી હતી. એ દ્રશ્યોને હજુ બહુ સમય નથી થયો જ્યારે લોકો ફિલ્મ જાેઈને ભાવુક થઈ ગયા હતા અને રડતા રડતા સિનેમા હોલમાંથી બહાર નીકળી રહ્યા હતા. ફિલ્મે પ્રથમ પડાવ પાર કરી લીધો હતો. હવે તમામ દેશવાસીઓ ઓસ્કારની અંતિમ નોમિનેશન લિસ્ટની રાહ જાેઈ રહ્યા છે. ફાઈનલ નોમિનેશનનું લિસ્ટ ૨૩મીએ આવશે.

Follow Me:

Related Posts