fbpx
અમરેલી

સાવરકુંડલાના દેવળા ગેઈટ વિસ્તારમાં ચાઈનીઝ માંઝા સાથે એક ઈસમને પકડી પાડતી સર્વેલન્સ ટીમ

આગામી સમયમાં આવનાર મકરસંક્રાંતિના તહેવાર દરમ્યાન કેટલાક ઈસમો પોતાનાં આર્થિક ફાયદા સારૂ પ્રતિબંધિત ચાઇનીઝ દોરા , નાયલોન દોરા તથા ચાઇનીઝ લેન્ટર્ન ( ચાઇનીઝ તુક્કલ ) નુ વેચાણ કરતા હોય , પોલીસ મહાનિર્દેશકશ્રી અને મુખ્ય પોલીસ અધીકારી સાહેબશ્રી ગુજરાત રાજ્ય ગાંધિનગરનાઓએ ગુજરાત રાજ્યમા ચાઇનીઝ દોરા , નાઇલોન દોરા , તથા ચાઇનીઝ લેન્ટર્ન ( ચાઇનીઝ તુક્કલ ) ના ઉપયોગ ઉપર મુકવામાં આવેલ જે પ્રતિબંધનુ ચુસ્તપણે અમલવારી કરાવવા વહીવટીતંત્રને સુચનો આપવામા આવેલ હોય , જે અન્વયે અમરેલી જીલ્લા મેજીસ્ટ્રેટશ્રી ગૌરાંગ મકવાણા સાહેબનાઓ તરફથી જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવેલ છે .

ભાવનગર રેન્જ આઇ.જી.પી.શ્રી ગૌતમ પરમાર સાહેબ , ભાવનગર વિભાગ , ભાવનગરનાઓએ ભાવનગર રેન્જનાં જીલ્લાઓમા પ્રતિબંધિત ચાઇનીઝ દોરા , નાયલોન દોરા તથા ચાઇનીઝ લેન્ટર્ન ( ચાઇનીઝ તુક્કલ ) નુ વેચાણ કરતા ઇસમોને પકડી પાડવા સુચનો આપેલ હોય જે અનુસંધાને અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબનાઓએ અમરેલી જીલ્લામાં આગામી મકરસંક્રાતિ અન્વયે પ્રતિબંધિત ચાઇનીઝ દોરા , નાયલોન દોરા તથા ચાઇનીઝ લેન્ટર્ન ( ચાઇનીઝ તુક્કલનું વેચાણ કરતા ઈસમો વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા અમરેલી જીલ્લા પોલીસને માર્ગદર્શન આપવામાં આવેલ.

જે અનુસંધાને સાવરકુંડલા ડીવીઝનના નાયબ પોલીસ અધિક્ષક સાહેબશ્રી એચ.બી.વોરા સાહેબના માર્ગદર્શન હેઠળ સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી એસ.એમ.સોની સાહેબની સુચના અને માર્ગદર્શન હેઠળ સાવરકુંડલા ટાઉનના સર્વેલન્સ સ્ટાફે પેટ્રોલીંગ દરમ્યાન દેવળા ગેઇટ વિસ્તારમાં ક્રુષ્ણ ગૌશાળા પાસે આવેલ નિલ પતંગ સ્ટોરમાંથી એક ઇસમને ચાઇનીઝ મોઝા પ્લાસ્ટીક બનાવટની દોરીઓન ગેરકાયદેસર વેંચાણ કરતા પકડી પાડી તેમના વિરુધ્ધમાં સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનમાં ધોરણસરની કાર્યવાહી કરેલ છે .

– પકડાયેલ આરોપીની વિગત : ભાવેશભાઇ મધુભાઇ મોરી ઉ.વ .૪૦ ધંધો.વેપાર પતંગનો ) રહે . સાવરકુંડલા , દેવળા ગેઇટ , રાજગોર બોર્ડિંગની બાજુમાં જી.અમરેલી

> પકડાયેલ મુદ્દામાલની વિગત : ‘ MOND SKY ’ કંપનીની ફિરકી નંગ -૦૪ તથા WELPEN MONO ‘ કંપનીની ફિરકી નંગ -૧ મળી કુલ ફિરકી નંગ -૦૫ જેમાં એક ચાઇનીઝ દોરી ફોરકીની કિં.રૂ .૨૦૦ / લેખ મળી કુલ કિં.રૂ .૧૦૦૦ / – નો મુદ્દામાલ કબ્જે કરેલ છે .

આ કામગીરી સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી એસ.એમ.સોની સાહેબ તથા એ.એસ.આઇ. એચ.પી.ગોહિલ તથા પો.કોન્સ . પીયુષકુમાર નટવરલાલ તથા પો.કોન્સ . ચિંતનકુમાર કનૈયાલાલ તથા પો.કોન્સ . જીતુભાઇ ગોબરભાઇ દ્રારા કરવામાં આવેલ છે .

Follow Me:

Related Posts