‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં ફેન્સને જલ્દી જ એક નવી સરપ્રાઇઝ જાેવા મળશે. સરપ્રાઇઝનું નામ સાંભળતા જ હવે તેના વિશે જાણવાની ઇચ્છા થઇ જાય તે સ્વાભાવિક છે. ચાલો તો વધુ રાહ ન જાેવડાવતા તમને જણાવી દઇએ કે આખરે આ સમગ્ર મામલો શું છે. તારક મહેતાના પ્રોડ્યુસર અસિત કુમાર મોદીએ હંમેશાથી કહ્યું છે કે દર્શક જ મારા બોસ છે. આ જ વાતને ધ્યાનમાં રાખતા તે નવીના વાડેકરને શૉમાં પરત લાવવા જઇ રહ્યા છે. નવીના શૉમાં બાઘાની બાવરી બનીને આવી રહી છે. પોતાની નવી બાવરી વિશે જણાવતા શૉના મેકર અસિત કુમાર મોદીએ કહ્યું, હું આ પાત્ર માટે કોઇ નવા અને માસૂમ ચહેરાની તલાશમાં હતો. અમે ભાગ્યશાળી છીએ કે અમને એવી જ બાવરી મળી ગઇ છે.
તે શૉ પ્રત્યે સંપૂર્ણ રીતે સમર્પિત અને પ્રતિબદ્ધ છે. અમારો શો દર્શકોનો પ્રિય શો છે અને અમે તેમની આશાઓ અને અપેક્ષાઓ પૂરી કરવાનો પ્રયાસ કરી રહ્યાં છીએ. મને વિશ્વાસ છે કે તે તેમની બાવરી નવીના વાડેકરને પોતાનો પ્રેમ અને સહયોગ આપશે. તેમણે વધુમાં ઉમેર્યુ કે, તે નવીના પોતાના આ કિરદાર માટે ખૂબ જ ઉત્સાહિત છે અને બ્રાંડ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માને સારી રીતે સમજે છે. અમે ઘણા ટેલેન્ટનું ઓડિશન લીધું હતું. તે બાદ તેને સિલેક્ટ કરી. હું મારા દર્શકોને વિનંતી કરુ છુ કે તે પોતાની બાવરીને અઢળક પ્રેમ અને આશિર્વાદ આપે.
‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના ચાલી રહેલા ટ્રેકમાં બાવરી પોતાના શહેરથી પરત આવી છે. તે બાઘાને બગીચામાં મળવાનું કહે છે. પરંતુ પછી બાવરી તેને મેસેજ કરે છે કે તે તેમના સંબંધો તોડવા માગે છે. ત્યારથી જ બાઘા અને નટ્ટુ કાકાની સાથે આખી ગોકુલધામ સોસાયટી ચિંતિત છે. બધા જ બાવરીના આવા વ્યવહારનું કારણ જાણવા માગે છે. હવે બધાને તેમના સવાલોનો જવાબ મળશે. ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ સૌથી લાંબા સમય સુધી ચાલનારા શોમાંથી એક છે. પાછલા ૧૫ વર્ષોથી આ શો ફેન્સને એન્ટરટેઇન કરી રહ્યો છે. તારક મહેતાના ફેન્સ પણ ચોક્કસપણે શોમાં નવી બાવરીને જાેવા માટે એક્સાઇટેડ હશે.
Recent Comments