“પૂર્ણા” યોજના અંતર્ગત અમરેલી જિલ્લા પંચાયત, આઈ.સી.ડી.એસ. શાખા દ્વારા તાજેતરમાં જિલ્લાના દરેક તાલુકાઓમાં “સશક્ત અને સુપોષિત કિશોરી અભિયાન” મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.
“પૂર્ણા” યોજના અંતર્ગત યોજવામાં આવેલા આ કાર્યક્રમમાં દરેક ઘટકની પૂર્ણા સખી, સહ સખી, કિશોરીઓ, વાલીઓ તથા આંગણવાડી વર્કરોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. જેમાં કિશોરીઓને કેન્દ્ર-રાજય સરકારની વિવિધ યોજનાકીય વિગતો તથા સ્વરક્ષણ વિશે માહિતી આપવામાં આવી હતી. આ કાર્યક્રમ અંર્તગત જુદાં-જુદાં વિભાગો દ્વારા વિવિધ સ્ટોલ્સ બનાવવામાં આવ્યા હતા.
કિશોરીઓને પોષણ અને આરોગ્યનું મહત્વ, ટી.એચ.આર. પૂર્ણાશક્તિ તેમજ સ્થાનિક મિલેટમાંથી બનતી વિવિધ વાનગી નિદર્શન, સેલ્ફી પોઈન્ટ, કિશોરીઓનું વજન, ઉંચાઇ, એચ.બી. ટેસ્ટ, સેનેટરી પેડ વિતરણ, પેમ્પલેટ વિતરણ, ઓપેન સ્કૂલ વિશે માહિતી, આઈ.ટી.આઈ. માં ચાલતા વિવિધ અભ્યાસક્રમો વગેરે વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
ક્રાર્યક્રમને સફળ બનાવવા માટે આઈ.સી.ડી.એસ. શાખાના તમામ અધિકારીશ્રી-કર્મચારીઓએ જહેમત ઉઠાવી હતી. તાલુકાના પદાધિકારીશ્રીઓ, મહાનુભાવો, લાભાર્થીઓ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.
Recent Comments