fbpx
રાષ્ટ્રીય

દિલ્હી-ઉત્તરપ્રદેશ, સહિત ભારતમાં ઠંડી વધશે તેવી હવામાન વિભાગની ચેતવણી

દિલ્હી સહિત સમગ્ર ઉત્તર ભારતમાં ફરી એકવાર કોલ્ડવેવ જાેવા મળશે. હવામાન વિભાગે રવિવારે જણાવ્યું હતું કે રાજધાની સહિત ઉત્તર ભારતના કેટલાક ભાગોમાં તીવ્ર શીતલહેરનો પ્રકોપ બુધવાર સુધી ચાલુ રહેવાની શક્યતા છે. ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દિલ્હી-એનસીઆરમાં આજે અને આવતીકાલે તાપમાનનો પારો ૩ ડિગ્રી સેલ્સિયસ રહેશે. ૧૮ જાન્યુઆરીના રોજ, તાપમાન ૪ ડિગ્રી સેલ્સિયસ રહેવાની શક્યતા છે, જેના પગલે દિલ્હીવાસીઓને ઠંડા મોજાની સ્થિતિમાંથી રાહત મળશે નહિ. ભારતીય રેલવેએ સોમવારે માહિતી આપી હતી કે ધુમ્મસના કારણે ઉત્તર રેલવે ઝોનમાં ૧૩ ટ્રેનો મોડી ચાલી રહી છે. દરમિયાન, ઉત્તર ભારત, રાજસ્થાન, પંજાબ અને હરિયાણા, ચંદીગઢ અને દિલ્હીમાં ૧૭ જાન્યુઆરી સુધી અને તે પછી ૧૮ જાન્યુઆરી સુધી ઠંડા મોજાથી ગંભીર શીત લહેર સ્થિતિની સંભાવના છે.

કડકડતી ઠંડીને જાેતા ઉત્તર પ્રદેશના ગોરખપુર જિલ્લા પ્રશાસને ૧૭ જાન્યુઆરી સુધી શાળાઓને બંધ રાખવાનો ર્નિણય લીધો છે. મેરઠમાં, જિલ્લા વહીવટીતંત્રે માત્ર ધોરણ ૮ સુધી સમાન આદેશ પસાર કર્યો છે. તે જ સમયે, કેન્દ્રશાસિત પ્રદેશ ચંદીગઢે પણ આઠમા ધોરણ સુધીના વિદ્યાર્થીઓ માટે શિયાળુ વેકેશન લંબાવ્યું છે. ૈંસ્ડ્ઢ એ આગામી પાંચ દિવસ સુધી દેશના ઉત્તર પશ્ચિમ ભાગમાં ગાઢ ધુમ્મસ અને ઓછી દૃશ્યતાની આગાહી કરી છે. હવામાન વિભાગે શનિવારે આગામી પાંચ દિવસ દરમિયાન પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, ઉત્તર પ્રદેશ અને બિહારમાં ગાઢ ધુમ્મસની આગાહી કરી છે. ૈંસ્ડ્ઢ અનુસાર, ઉત્તરપશ્ચિમ ભારતના મેદાની વિસ્તારોમાં હિમાલય તરફથી આવતા પવનોને કારણે, આગામી બે દિવસમાં ઉત્તર પશ્ચિમ અને અડીને આવેલા મધ્ય ભારતમાં લઘુત્તમ તાપમાનમાં ૨-૪ ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની સંભાવના છે.

Follow Me:

Related Posts