અમરેલી

બજેટમા સહકારી ક્ષેત્રનો નોંધપાત્ર હિસ્સો હશે ભવિષ્યના આયોજન અંગે લંબાણપૂર્વકની ચર્ચા

સમગ્ર દેશમાં સહકારી પ્રવ૬૩ઘઠસતિએ અનેક ક્ષેત્રીય પ્રદેશોમા વિકાસની હરણફાળ ભરી છે તેવા સમયે દેશના અગત્યના એવા બજેટ વ્યવસ્થાપનમા આગામી બજેટમા સહકારી પ્રવૃતિ, રોકાણો, ઉપાયોની ચર્ચા–વિચારણા, ગ્લોબલ ઈન્વેસ્ટર્સ અને વિશ્વ બજારની સહકારી પ્રવૃતિ અને વિકાસના લેખાજોખા સાથે એન.સી.યુ.આઈ.,ઈફકો અને ગુજકોમાસોલના ચેરમેન દિલીપ સંઘાણી અને કેન્દ્રીય સહકાર મંત્રી અમીતભાઈ શાહ સાથે મૂલાકાત યોજાયેલ. દેશની આર્થીક શકિતમા સહકાર આગામી બજેટમા પણ નોંધપાત્ર હિસ્સેદાર બની રહેશે તેવો મક્કમ વિશ્વાસ પણ શાહ સમક્ષ સંઘાણીએ વ્યકત કરેલ હતો. પૂર્વ કેન્દ્રીય મંત્રી સુરેશ પ્રભુના વડપણ તળેની આ સહકાર નિતી આયોગના અગ્રગણ્ય આગેવાનો સાથેના પરામર્શમા નિર્ધારીત લક્ષાંકોને હાંસલ કરવા તરફ ભાર મુકવામા આવેલ હતો.

શાહ સાથેની મૂલાકાતમાં દેશ–વિદેશની સહકારી પ્રવૃતિનો વિકાસ અને વિસ્તાર, સહકારી પ્રવૃતિઓના માધ્યમ થી વ્યવસાય, રોકાણ, યુવાનોની અગ્રેસરતા, વિશ્વ બજારમા ભારતની સહકારી યોજના અને પ્રવૃતિનુ માર્ગદર્શન, સહકારી પ્રવૃતિ ઉપર લોકવિશ્વાસ અને દેશના ગ્રામ્ય વિકાસમા આર્થીક સહયોગીક પ્રવૃતીઓ વિગેરે બાબતો ચર્ચામાં કેન્દ્રસ્થાને રાખવા સાથે ભારતની ભરપુર સહકારી ઉપલબ્ધીઓનો લાભ અને આર્થીક વિકાસનું પ્રતિબીંબ આગામી બજેટ–ર૦ર૩ મા બની રહે તેવા ઉદે્શ સાથે કૃષી ધિરાણ , ખેતિ યોજનાઓ , ધિરાણ પ્રક્રિયા, સ્વરોજગારીમા યુવા શકિતનો વિકાસ, ભાવી યોજનાકીય બાબતોનો સમાવેશ કરવામા આવેલ. આ તકે સુરેશ પ્રભુ, દિલીપ સંઘાણી ઉપરાંત મરાઠે, નાફસ્કોબના એમ.ડી.પ્રકાશ નાઈકનવરે, તમીલ પ્રોફેસર ડો.સી.પિંચાઈ, આસામના મનિંદરસિંઘ, આઈઆરએમએના ડો.ઉષાકાત દાસ,વામનીકોકના ડીરેકટર ડો.હેમા યાદવ સહિતના સહકારી ક્ષેત્રના ગણમાન્ય આગેવાનો ઉપસ્થિત રહયા હતા.

Related Posts