એઆરટીઓ તથા જીલ્લા ટ્રાફીક અમરેલી દ્વારા અમરીલી માર્કેટયાર્ડમાં સેફ્ટી વીક અંતર્ગત સેમીનાર
ખેતિવાડી ઉત્પન્ન બજાર સમિતિ – અમરેલીના સાવરકુંડલા રોડ ઉપર આવેલ મુખ્ય યાર્ડમાં આજરોજ ૩૩ માં રાષ્ટ્રીય રોડ સેફટી વીક અંતર્ગત માનનિય કલેકટર સાહેબ અમરેલીના માર્ગદર્શન હેઠળ એ.આર.ટી.ઓ. અમરેલી તથા જિલ્લા ટ્રાફિક અમરેલી વિભાગ દ્વારા રોડ સેફ્ટી અવરનેસ અંતર્ગત માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવેલ જેમાં અમરેલી જિલ્લા આર.ટી.ઓ. ઓફીસર શ્રી પઢીયાર સાહેબ તથા તેમની ટીમ તેમજ જિલ્લા ટ્રાફિકની ટીમ દ્વારા ખેડતભાઈઓ તથા વાહન ધારકોને વાહન અકસ્માત નિવારવા રોડ સેફટી અંગે ખૂબ જ સરસ માર્ગદર્શન પૂરૂ પાડેલ તથા યાર્ડમાં આવેલ તમામ વાહનોમાં વિનામુલ્યે રેડીયમ પટ્ટીઓ લગાવી આપેલ તથા વાહન ચલાવતી વખતે સીટબેલ્ટ બાંધવા , હેલ્મેટ પહેરવા , મોબાઈલનો ઉપયોગ ન કરવા તથા ટ્રાફિક નિયમોનું ચુસ્તપણે પાલન કરી સહયોગ આપવા અનુરોધ કરેલ આ સેમિનારમાં યાર્ડમાં આવેલ બહોળી સંખ્યામાં ખેડૂતો તથા વાહન ધારકોએ ઉપસ્થિત રહીને માર્ગદર્શન મેળવી ૩૩ માં રાષ્ટ્રીય રોડ સેફટી વીક કાર્યક્રમને સારો એવો પ્રતિસાદ આપેલ તેમ બજાર સમિતિના સેક્રેટરી તુષાર હપાણીએ એક અખબારયાદીમાં જણાવેલ
Recent Comments