વિસનગરમાં ઉતરાયણ પછી દોરીના ગુચ્છા સામે ઈનામ આપી ૧૫૦ કિલો દોરીનો નાશ કર્યો
વિસનગરમાં ઉતરાયણ પર્વ પછી જ્યાં ત્યાં લટકેલી દોરીના કારણે અકસ્માત સર્જાય છે. જે જાહેર માર્ગ, જાહેર સ્થળો તેમજ વૃક્ષો પર લટકેલી કાતિલ દોરી જીવલેણ સાબિત થતી હોય છે. ત્યારે વિસનગરના નગરપાલિકાના કોર્પોરેટર વિષ્ણુજી ઠાકોર દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી હતી. જેમાં વિષ્ણુજી ઠાકોરે દોરીના ગુચ્છા સામે ઈનામ આપી ૧૫૦ કિલો કાતિલ દોરી એકઠી કરી તેનો નાશ કર્યો હતો. જેમાં દોરીના ગુચ્છા સામે ૫૦૦ રૂપિયા રોકડ રકમ તેમજ ચાંદીના સિક્કા આપી દોરી એકઠી કરવામાં આવી હતી. આમ કોઈ અકસ્માત સર્જાય નહિ તે માટે કોર્પોરેટર દ્વારા સરસ કામગીરી કરવામાં આવી હતી. વિસનગરમાં ઉતરાયણ અને વાસી ઉતરાયણ પછી જ્યાં ત્યાં કાતિલ દોરીના ગુચ્છા લટકતા હોય છે.
જેના કારણે મોટા અકસ્માત થવાની શક્યતાઓ રહેતી હોય છે અને આ લટકતી દોરી માનવ તેમજ પશુઓ અને પક્ષીઓ માટે જીવલેણ સાબિત થતી હોય છે. ત્યારે કોર્પોરેટર વિષ્ણુજી ઠાકોર દ્વારા અભિયાન ચલાવી ઉતરાયણ પછી દોરીના ગુચ્છા આપી જાઓ અને ઈનામ લઈ જાઓ તેવી જાહેરાત કરવામાં આવી હતી. જેમાં ૧૫૦ કિલો દોરી એકત્રિત કરી તમામ દોરીનો નાશ કરવામાં આવ્યો હતો.આ અંગે કોર્પોરેટર વિષ્ણુજી ઠાકોર જણાવ્યું હતું કે, દોરીના લીધે પક્ષીઓ, વ્યક્તિઓ બાઇક પર આવતા જતાં હોય એમને બહુ નુકસાન થતું હતુ. જેથી કોઈને નુકસાન થાય નહિ તે માટે લટકતી દોરી લેવરાવી અમે એનો નાશ કર્યો છે.
Recent Comments