આજરોજ ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડકશ્રી કૌશિકભાઈ વેકરીયાના હસ્તે જિલ્લા પંચાયત,અમરેલી ખાતે ફોગિંગ મશીનના વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. નાયબ મુખ્ય દંડકશ્રી વેકરીયાના હસ્તે જિલ્લા આયોજન મંડળની ૧૫ ટકા વિવેકાધિન ગ્રાન્ટમાંથી જિલ્લામાં મચ્છરના નિયંત્રણ માટે ઉપયોગી ૩૬ ફોગિંગ મશીનનું જિલ્લાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોને વિતરણ કરવામાં આવ્યું હતું. ફોગિંગ મશીનના વિતરણ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખશ્રી રેખાબેન મોવલીયા,આરોગ્ય સમિતિ,જિ.પં-અમરેલીના ચેરમેનશ્રી કંચનબેન ડેર, જિલ્લા વિકાસ અધિકારીશ્રી દિનેશ ગુરવ અને જિલ્લા મેલેરિયા અધિકારીશ્રી સહિતના ઉપસ્થિત રહ્યા હતા.
મચ્છર નિયંત્રણ અર્થે જિલ્લાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોને ૩૬ ફોગિંગ મશીનનું વિતરણ કરવામાં આવ્યું

Recent Comments