ગુજરાત

ડીસાના ભીલડી પાસેથી ઓવરલોડ રેતી ભરેલા ૬ ડમ્પર ઝડપાયા, ૧.૨૦ કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો

ડીસા પાસે ભીલડી અરણીવાડા રોડ પરથી ઓવરલોડ રેતી ભરેલા છ ડમ્પર ઝડપાયા હોવાની ઘટના સામે આવી છે. જેમાં ખાણ ખનીજ વિભાગે છ ડમ્પર સહિત અંદાજિત ૧.૨૦ કરોડ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને ડમ્પર ચાલકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ડીસા તાલુકાના ભીલડી નજીક અરણીવાડા પાસેથી બનાસ નદીમાંથી ઓવરલોડ રેતી ભરીને જઈ રહેલા છ ડમ્પરને ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરી છે. બે દિવસ અગાઉ જ ડીસા સહિત બનાસકાંઠા જિલ્લાના ડમ્પર ચાલકોએ એસોસિએશન બનાવી ઓવરલોડ રેતી ન ભરવા માટેનો ર્નિણય કર્યો હતો અને જે લોકો ઓવરલોડ રેતી ભરી સરકારની તિજાેરીને નુકસાન પહોંચાડી રહ્યાં છે તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે કલેક્ટર અને ખાણ ખનીજ વિભાગને રજૂઆત કરી હતી. જેને પગલે સાંજે ખાણ ખનીજ વિભાગે ભીલડી પાસેથી ઓવરલોડ રેતી ભરીને જઈ રહેલા છે. ડમ્પરને ઝડપી પાડ્યા હતા. તેમ જ રેતી ભરેલા ડમ્પર સહિત ૧.૨૦ કરોડ રૂપિયાનો મુદ્દામાલ કર્યો હતો. આ તમામ ડમ્પર ભીલડી પોલોસ મથકે સોંપી ચાલકો સામે દંડ ફટકારવાની કાર્યવાહી હાથ ધરી હતી.

Follow Me:

Related Posts