fbpx
સૌરાષ્ટ - કચ્છ

જામજાેધપુરમાં સેલ્સમેને મહિલાને બેશુધ્ધ બનાવી હાથમાં પહેરેલા ૨ લાખની કિંમતના સોનાના પાટલાની ઉઠાંતરી કરી

જામજાેધપુરમાં રામવાડી વિસ્તારમાં આવેલા ફલેટમાં રહેતાં સાસુ-વહુને સેલ્સમેન તરીકે ઓળખ આપી બે અજાણ્યા શખ્સોએ બેશુધ્ધ બનાવી સાસુના હાથમાં પહેરેલા ૨ લાખની કિંમતના સોનાના પાટલાની ઉઠાંતરી કરી ફરાર થઈ ગયા હતા. જેથી આ અંગે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે તપાસ હાથ ધરી હતી. આ અંગેની મળતી માહિતી મુજબ, જામજાેધપુરમાં રામવાડી વિસ્તારમાં આવેલા ઉમા રેસીડેન્સીમાં પહેલામાળે બ્લોક નં.૧૦૩ માં રહેતાં ચિરાગભાઈ ખાંટ નામના યુવાનની પત્ની અવનીબેન અને માતા હંસાબેન અમૃતભાઇ ખાંટ તથા પુત્રી પલક ખાંટ સવારના સમયે ઘરે હતાં, તે દરમિયાન બે અજાણ્યા સેલ્સમેન ડીર્ટજન્ટ પાવડર અને કેમિકલ વેંચવા માટે આવ્યા હતાં અને હંસાબેન તથા તેમના પુત્રવધૂ અવનીબેનને આ ડીર્ટજન્ટ પાવડર દ્વારા મૂર્તિઓ અને દાગીનાની સફાઈ થાય છે તેમ જણાવી બંને સેલ્સમેન સાસુ વહુને વિશ્વાસમાં લીધા હતા.

તેમજ જણાવ્યું કે, તમારી પ્રોડકટ લેવાની ઈચ્છા ન હોય તો કોઇ વાંધો નહીં પરંતુ તમને આ પ્રોડકટનું ફ્રી સેમ્પલ આપીએ છીએ તે વાપરો એટલે તમને ખબર પડશે કે મૂર્તિ અને દાગીના કેવા ચોખ્ખા થઈ જાય છે. ત્યારબાદ સાસુ-વહુ અને બાળકી પાસે સેલ્સમેને પાવડરનું પેકેટ ખોલતા જ સાસુ-વહુ ભાન ભૂલવા લાગ્યા હતાં અને ગણતરીની સેકંડોમાં જ બેશુદ્ધ થઈ ગયા હતાં. બાદમાં ૨૦ મિનિટ પછી જ્યારે ચિરાગ ખાંટ તેના ઘરે પરત ફર્યા ત્યારે તેની પત્નીએ કહ્યું તમે કયાંય જતાં નહીં ૧૦ મિનિટ અહીં જ રહો’ જેથી ચિરાગભાઇ પાસે તેની ૧૨ વર્ષની પુત્રી પલક આવીને ‘સેફટી જરૂરી છે’ એવું બોલતી હતી તથા તેની માતા બેશુદ્ધ હાલતમાં જાેવા મળ્યા હતાં. બાદમાં પતિ-પત્નીએ તપાસ કરતા હંસાબેનના હાથમાં પહેરેલા સાડા ત્રણ તોલા વજનના બે લાખની કિંમતના સોનાના પાટલા ચોરી થયાનું જણાયું હતું. જેથી આ અંગે દંપતીએ પોલીસ સ્ટેશને જઈ અજાણ્યા શખ્સો વિરૂધ્ધ અરજી આપી હતી. જેના આધારે પીઆઈ એમ.એન. ચૌહાણ તથા સ્ટાફે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

Follow Me:

Related Posts