‘તુ મારી વાત નહી માને તો આ ફોટો સોશિયલ મીડિયામાં તથા તારા પતિને મોકલી આપીશ, આવી ધમકી આપી નણંદના મગેંતરે સાળાની પત્ની પર રેપ કર્યો હતો. બીજીવાર નણંદના મગેંતરે તેને હોટેલમાં લઇ જવાની વાત કરી તો તેણીએ ના પાડી દેતા મગેંતરે ફોટો પોતાની પત્ની, સાસુ અને સાળાને બતાવી દીધા હતા. જેથી પતિએ પત્નીને ઘરમાંથી કાઢી મુકી હતી. પરિણીતાએ પિયરમાં વાત કરતા મામલો લાલગેટ પોલીસમાં પહોંચ્યો છે. ૨૭ વર્ષીય પરિણીતાએ ફરિયાદ આપતા પોલીસે આરોપી સામે બળાત્કાર અને છેડતીનો ગુનો દાખલ કરી ધરપકડ કરી છે. આરોપી મગેંતર ૧૬મી નવેમ્બર-૨૨ બપોરના ઘરે આવ્યો હતો તે સમયે પરિણીતાની સાસુ અને નણંદ બજારમાં લગ્નની ખરીદી કરવા ગયા હતા.
મગેંતરે શરૂઆતમાં સાળાની પત્ની સાથે મીઠી મીઠી વાતો કરી બાદમાં ફોટો સોશિયલ મીડિયા પર અને પતિને મોકલવાની ધમકી આપી જબરજસ્તી કરી હતી. થોડા દિવસોમાં નણંદના મગેંતર જાેડે લગ્ન થવાના હોય અને તેનું ઘર ન તૂટે તે માટે પરિણીતાએ કોઈને વાત કરી ન હતી. લગ્ન થયા પછી પણ મગેંતરે ઘરે આવી પરિણીતાને હોટેલમાં રૂમ રાખી રહીશું એવુ કહેતા તેણે ના પાડી દીધી હતી. આથી મગેંતરે ફોટો વાયરલ કરી દેવાની ધમકી આપી પરિવારને બતાવી દીધા હતા. જેના કારણે પતિએ પણ પત્નીને ઘરમાંથી કાઢી મુકી હતી.
Recent Comments