અંજાર તાલુકાના મેઘપર બોરીચીની એક સોસાયટીમાં રહેતી ૩૩ વર્ષીય યુવતીને મીઠી મીઠી વાતો કરી લગ્નની લાલચ આપી એક શખ્સ તેની સાથે શારીરિક સબંધ બાંધી બાદમાં જાનથી મારી નાખવાની ધમકી આપતા આ અંગે પોલીસ મથકે ફરીયાદ નોંધાઈ હતી. આ અંગે મળતી માહિતી મુજબ, અંજાર-આદિપુર વચ્ચે રહેતી યુવતીએ લગ્નની લાલચ આપી છેલ્લાં ચાર વર્ષથી શારીરિક શોષણ કરનાર મધ્યપ્રદેશના વતની યુવક વિરૂદ્ધ આદિપુર પોલીસ મથકે દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે.
આરોપી વિનય મુકેશ શર્માએ લગ્નની લાલચ આપી ૨૦૧૮થી ઑગસ્ટ ૨૦૨૨ સુધીના સમયગાળા દરમિયાન યુવતી સાથે આદિપુરની એક હોટેલ સહિત અલગ અલગ જગ્યાએ દુષ્કર્મ ગુજાર્યું હતું. યુવતીએ લગ્ન કરવા દબાણ વધારતાં વિનયે તેને મારી નાખવાની ધમકી આપી હતી. જેથી યુવતીએ અંજાર પોલીસ મથકે આરોપી યુવક વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે. જ્યાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Recent Comments