ઉત્તર ભારતના યુપી, દિલ્હી, પંજાબ અને હરિયાણામાં ચાલી રહેલી શીત લહેરમાં ઝડપથી ઘટાડો જાેવા મળી રહ્યો છે, પરંતુ આગામી સપ્તાહમાં હવામાનમાં ફરી એકવાર મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે. હવામાન વિભાગના અધિકારીઓએ જણાવ્યું છે કે આગામી સપ્તાહથી વરસાદની સિઝન શરૂ થઈ રહી છે, જે ૨૬ જાન્યુઆરી સુધી ચાલુ રહેશે. દિલ્હીમાં ૨૩ થી ૨૬ દરમિયાન વરસાદની સંભાવના છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે ૨૧ જાન્યુઆરીએ દિલ્હીમાં ધુમ્મસ રહેશે, જ્યારે ૨૨ જાન્યુઆરીએ હવામાન સામાન્ય રહેશે અને તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થશે નહીં, પરંતુ ૨૩ જાન્યુઆરીથી વાદળો આવવાની અને છવાયેલી રહેવાની ધારણા છે. આવી સ્થિતિમાં દિલ્હી દ્ગઝ્રઇ, પંજાબ અને હરિયાણા, ઉત્તર રાજસ્થાન, પૂર્વ ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશના કેટલાક સ્થળોએ હળવા વરસાદની સંભાવના છે.
૨૪ જાન્યુઆરીથી ૨૬ જાન્યુઆરીની વચ્ચે દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ અને વરસાદના સંકેતો છે. ૨૩ જાન્યુઆરીએ લઘુત્તમ તાપમાન ૧૦ ડિગ્રી સેલ્સિયસ, ૨૪ અને ૨૫ જાન્યુઆરીએ ૧૧ ડિગ્રી સેલ્સિયસ રહેવાની શક્યતા છે. હવામાન વિભાગના અધિકારીઓએ જણાવ્યું છે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે દિલ્હી સહિત ઉત્તર ભારતના કેટલાક ભાગોમાં વરસાદ અને વાદળછાયું વાતાવરણ રહેવાની આગાહી કરવામાં આવી છે. અહીં હવામાન અચાનક બદલાઈ રહ્યું છે. આ કારણે તાપમાનમાં થોડો વધારો થશે અને પવનની પેટર્ન પણ બદલાશે. દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં ૨૩ થી ૨૬ જાન્યુઆરી સુધી વરસાદી માહોલ જારી રહેશે.



















Recent Comments