fbpx
ગુજરાત

વધઈના એક ગામમાં બે વ્યક્તિ પર હુમલો કરનાર ખૂંખાર દીપડો ઘરમા ઘુસી જતા વિસ્તારમાં ફફડાટ મચ્યો

ડાંગ જિલ્લાના અંતરીયાળ વિસ્તારમાં આવેલા બોંડારમાળ ગામે શિકારની શોધમાં આવેલા ખૂંખાર દીપડાએ બે વ્યક્તિ પર હુમલો કરી ઇજાગ્રસ્ત કરતા સમગ્ર પંથકમાં ફફડાટ ફેલાઇ જવા પામ્યો છે. મળતી માહિતી મુજબ ડાંગ જિલ્લાના વધઇ તાલુકામાં આવેલા બોન્ડારમાળ ગામે રહેતા રમેશ આનંદભાઈ મહાલા વહેલી પોતાના ઘરની પાછળ આવેલા પાલતુ પશુઓને ચારો નાંખવા જતા શિકારની શોધમાં આવેલા દીપડાએ તેના પર હુમલો કરી દેતા તેઓએ બૂમાંબુમ કરી હતી. તેમનો અવાજ સાંભળી બાજુના ઘરના વિના પી. મહાલા મદદે દોડી આવતા તેમની પર પણ હુમલો કરી દીપડો ઘરમાં ઘુસી જતા ઘર માલિકે ઘરનો દરવાજાે બંધ કરી દીધો હતો.

જેના કારણે દીપડો ઘરમાં જ પુરાઈ જતા ગામમાં અફડા તફડીનો માહોલ સર્જાયો હતો. બોન્ડારમાળના બન્ને ઇજાગ્રસ્ત ઈસમોને ૧૦૮ દ્વારા સીવીલ હોસ્પિટલ આહવામાં સારવાર અર્થે ખસેડી દીપડાને પાંજરે પુરવા વન વિભાગના ઉચ્ચ અધિકારીઓએ તજવીજ હાથ ધરી હતી. પરંતુ ઘરમાં ઘુસેલો દીપડો ખૂંખાર હોય તેમજ ગામ વચ્ચે આવેલ આ કાચું નળિયાં વાળું ઘરમાં અંધકાર હોય વન વિભાગની ટીમને દિવસભર ભારે કસરત કરવી પડી હતી. વન વિભાગના ડીએફઓ. સબ ડીએફઓ સહિત રેન્જ ઓફિસર ચિરાગ માછી અને સ્ટાફે સાપુતારા પોલીસ મથકના પીએસઆઈ કે.જે. નિરંજન, એલ.સી.બી. પીએસઆઇ જયેશ વળવી વગેરે એ ગ્રામજનોની સુરક્ષા સાથે દીપડાને પાંજરે પૂરવા રેસ્ક્યુ હાથ ધર્યું હતું. જાેકે મોડી સાંજ સુધીમાં દીપડાને રેસ્ક્યું કરવા વન વિભાગની ટિમને સફળતા મળી ન હતી. જેના કારણે ગ્રામજનોમાં ભયનો માહોલ જાેવા મળ્યો હતો. જાેકે બાદમાં ઘરના દરવાજા પાસે મુકાયેલા પાંજરામાં ખૂંખાર દીપડો મોડે મોડે પાંજરામાં કેદ થતાં ગ્રામજનો એ રાહતનો શ્વાસ લીધો હતો.

Follow Me:

Related Posts