fbpx
અમરેલી

દામનગર મણીભાઈ સાર્વજનિક પુસ્તકાલયની શુભેચ્છા મુલાકાતે નિલેશભાઈ નારોલા અને નિલેશભાઈ જાની

દામનગર સાહિત્ય જગત ની શાન ગણાતી શ્રી મણીભાઈ સાર્વજનિક પુસ્તકાલય ની શુભેચ્છા મુલાકાતે પધારેલ નિલેશભાઈ નારોલા અને નિલેશભાઈ જાની નું સંસ્થા દ્વારા ઉષ્મા ભર્યું સ્વાગત કરાયું પુસ્તકાલય ની મુલાકાત દરમ્યાન સંસ્થા ના હોલ માં વિશાળ સંખ્યા માં વાંચન કરતા વિદ્યાર્થી નિહાળી પધારેલ મહાનુભવો ખૂબખુશી વ્યક્ત કરી હતી  સંસ્થા માં સ્પર્ધાત્મક પરીક્ષા ઓના પુસ્તક સંપુટ ની ખરીદી માટે નિલેશભાઈ નારોલા તરફ થી આર્થિક સહયોગ કરાયો તાજેતર માં દામનગર ખાતે સવા સો વર્ષ જૂની સંસ્થા ની મુલાકાતે પધારેલ સ્વ ધનજીભાઈ ભીમજીભાઈ નારોલા ના પૌત્ર રત્ન હાલ સુરત નિલેશભાઈ અરજણભાઈ નારોલા એ સંસ્થા માં વિશાળ સંખ્યા માં સ્કૂલ કોલેજ ના સ્પર્ધાત્મક પરીક્ષા ની તૈયારી કરતા છાત્રો ની હાજરી જોઈ ખૂબ પ્રભાવિત થઈ ખુશી વ્યક્ત કરી હતી અને સદગત સ્વ ધનજીભાઈ ભીમજીભાઈ નારોલા ની પુણ્યસ્મૃતિ માં સંસ્થા માટે સ્પર્ધાત્મક પરિક્ષાર્થી ઓને આવતા ભવિષ્ય ની તૈયારી માટે ઉપીયોગી સ્પર્ધાત્મક પરિક્ષાર્થી ઓ માટે જરૂરી પુસ્તકો ખરીદવા આર્થિક સહયોગ કર્યો હતો સાથે અમરેલી થી પ્રસિદ્ધ થતા આગમન દૈનિક ન્યૂઝ પેપર ના તંત્રી નિલેશભાઈ જાની સંસ્થા ના દરેક વિભાગો નિહાળી ખૂબ ખુશી વ્યક્ત કરી હતી વિષયવારી કર્તા વારી લેખક વાઇજ સુંદર ગોધવણ અને વ્યવસ્થા થી ખૂબ પ્રભાવિત થઈ ખુશી વ્યક્ત કરી હતી.

Follow Me:

Related Posts