તા.૨૫ જાન્યુઆરીએ ૧૩માં રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી થશે
ભારતના ચૂંટણી પંચના સ્થાપના દિવસ ૨૫ જાન્યુઆરીને દર વર્ષે રાષ્ટ્રીય મતદાતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આગામી ૨૫ જાન્યુઆરી, ૨૩ને બુધવારના રોજ બપોરે ૧ વાગ્યે (“Nothing like Voting, I Vote for Sure”) “મતદાનથી વિશેષ કંઇ નથી, હું અવશ્ય મતદાન કરીશ” થીમ આધારિત બુથ કક્ષાએ, તાલુકા કક્ષાએ, વિધાનસભા મતદાર વિભાગ કક્ષાએ, જિલ્લા કક્ષાએ તથા રાજ્ય કક્ષાએ તેરમાં(૧૩) રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી થનાર છે. લોકશાહીના પર્વ સમાન રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉંઝવણી દરમિયાન ચૂંટણીપંચ દ્વારા “Main Bharat Hoo (મેં ભારત હું) ” ગીત બપોરે ૦૧.૦૦ કલાકે અથવા ત્યારબાદ લોંચ થશે.
વધુમાં મતદારયાદીમાં નામ નોંધાવવાનું બાકી રહી ગયું હોય, તેવા તમામ લાયકાત ધરાવતા ભારતના નાગરીકો ઓનલાઈન માધ્યમો થકી મતદારયાદીમાં પોતાના નામની નોંધણી કરાવી શકશે, તેમજ પોતાના નામમાં જરૂરી સુધારા વધારા પણ કરાવી શકશે. નાગરીકો Voter Helpline Mobile App (Android/iOS) પરથી અથવા https://voterportal.eci.gov.in/ અથવા https://nvsp.in/ લિંક પરથી મતદાર યાદીમાં નામ નોંધાવી શકશે. વધુ માહિતી માટે મતદારો ભારતના ચૂંટણીપંચના મતદાર હેલ્પલાઇન નંબર (ટોલ ફ્રી) ૧૯૫૦ પર સંપર્ક કરી માર્ગદર્શન મેળવી શકશે, તેમ નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીએ એક યાદીમાં જણાવ્યું છે.
Recent Comments