સૌરાષ્ટ - કચ્છ

જામનગરમાં ડી.કે.વી. સાયન્સ કોલેજખાતે કારકિર્દીલક્ષી સેમિનારનું આયોજન થયું

જામનગર જિલ્લા રોજગાર કચેરી દ્વારા ડી.કે.વી. સાયન્સ કોલેજ ખાતે કારકિર્દીલક્ષી સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. તા.૨૦ જાન્યુઆરીના રોજ યોજાયેલા આ સેમિનારમાં ૧૨૮ જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. સત્રમાં ઉપસ્થિત વિદ્યાર્થીઓનું અનુબંધમ પોર્ટલ એપ્લિકેશન દ્વારા ઓન ઘી સ્પોટ રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું. આ રોજગારલક્ષી સેમિનારમાં ડો. દિવ્યેશભાઈ ગોસાઈ દ્વારા પ્રાસંગિક ઉદ્દબોધન કરવામાં આવ્યું હતું. રોજગાર ક્ચેરીના કેરિયર કાઉન્સેલર અંકિતભાઈ ભટ્ટ દ્વારા અનુબંધમ પોર્ટલ, ઉચ્ચ અભ્યાસ અને અનુસ્નાતક ડિગ્રી માટે વિવિધ તકો વિષે ઉપસ્થિત સર્વેને વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

આ ઉપરાંત, કાર્યક્રમમાં રોજગાર કચેરી, જામનગર દ્વારા ચાલતી રજીસ્ટ્રેશન પ્રક્રિયા અને ભરતીમેળાઓ વિષે પી.પી.ટી. પ્રેઝન્ટેશન દ્વારા પણ વિશેષ માહિતી આપવામાં આવી હતી. કાર્યક્રમના અંતે આભારવિધિ ડો. ર્નિમલસિંહ ઈશરાણી દ્વારા કરવામાં આવી હતી. આ સેમિનાર સત્રમાં ડી.કે.વી. સાયન્સ કોલેજના ડો. જીગ્નેશભાઈ એચ. પંડ્યા,ડો. ચંદનીબેન કે. ગોસ્વામી અને ડો. એસ.એ. પરમાર ઉપસ્થિત રહ્યા હતા, તેમ મદદનીશ નિયામક રોજગાર કુ. સરોજબેન સાંડપા દ્વારા જણાવવામાં આવ્યું છે

Related Posts