સાવરકુંડલા શહેરમા પ્રજાસત્તાક પર્વ નિમિત્તે વનપ્રકૃતિ ચેરીટેબલ ટ્રસ્ટ સાવરકુંડલા દ્વારા સાયકલ યાત્રા યોજવામાં આવી હતી. હાલના સમયમાં કલાઈમેન્ટ ચેન્જ, ગ્લોબલ વોર્મિંગ, અને પ્રદુષણ પર્યાવરણને નુકશાન કરી રહ્યું છે ત્યારે પર્યાવરણની જાળવણી માટે લોકોમાં જાગૃતિ આવે અને પર્યાવરણ બચાવવું ખૂબ જરૂરી છે તેવા હેતુથી આ યાત્રા કાઢવામાં આવી હતી…
આ ઉપરાંત સાથે જોડાયેલ સૌ પર્યાવરણ પ્રેમીઓએ પ્રતિજ્ઞા પણ લીધેલ સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ના તો કરીશ કે ના તો કરવા દઈશ અઠવાડિયામાં એક દિવસ સાઇકલ ચલાવીશ. સાંપ્રત સમયમાં બદલતાં ક્લાઈમેટ ચેન્જને ખાળવા અને પર્યાવરણનું જતન તથા સંવર્ધન કરવું જરૂરી છે આ માટે રોજબરોજનો પેટ્રોલ ડીઝલના વપરાશ પર પણ કાપ મૂકવો જરૂરી છે વળી આજકાલ અવનવા દર્દો થી સુરક્ષિત થવા પણ સાયકલ એ શારીરિક સ્વાસ્થ્ય અને પર્યાવરણ માટે આશીર્વાદ સમાન હોય લોકોને આ સ્પષ્ટ સંદેશ આપવા માટે સાવરકુંડલા શહેરમા વન પ્રકૃતિ ચેરિટેબલ ટ્રસ્ટ સાવરકુંડલા દ્વારા આ ૭૪ માં પ્રજાસત્તાક પર્વ નિમિત્તે ૭૪ સાયકલો સાથે શહેરના મુખ્ય માર્ગો પર પ્રકૃતિપ્રેમી તથા તાલુકા શાળાના વિદ્યાર્થીઓ એ સાયકલ યાત્રામાં સામેલ થયાં હતાં. એમ વન પ્રકૃતિ ચેરિટેબલ ટ્રસ્ટની એક યાદીમાં જણાવાયું હતું.
Recent Comments