અમરેલી

શ્રીમતી બી.એન. વિરાણી સેકન્ડરી સ્કુલ અમરેલીમાં યોજાયો ‘પરીક્ષા પે ચર્ચા-૨૦૨૩ કાર્યક્રમ’ 

દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના અધ્યક્ષ સ્થાનેથી વિદ્યાર્થીઓને પરીક્ષા સમયે મૂંઝવતા પ્રશ્નોના સમાધાન માટે નવી દિલ્હીથી ‘પરીક્ષા પે ચર્ચા-૨૦૨૩’ કાર્યક્રમ યોજાયો હતો. અમરેલી જિલ્લાના વિવિધ તાલુકાઓમાં તેમજ જિલ્લા મથક ખાતે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ સંપન્ન થયો હતો. અમરેલીની શ્રીમતી બી.એન. વિરાણી સેકન્ડરી સ્કુલ અમરેલીમાં યોજાયેલા કાર્યક્રમમાં વિધાનસભાના નાયબ મુખ્ય દંડકશ્રી કૌશિકભાઈ વેકરીયાની પ્રેરક ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો હતો.

દિલ્હીથી યોજાયેલા કાર્યક્રમમાં તાલુકા કક્ષાએ બાબરાની શ્રી.વી.એલ. ગેલાણી હાઈસ્કુલ, બગસરાની મેઘાણી હાઈસ્કૂલ, જાફરબાદની શ્રી. કે.કે.પારેખ મહેતા હાઈસ્કૂલ, ખાંભાની શ્રી.જે.એન. મહેતા હાઈસ્કૂલ, વડીયાની એન.એન. શેઠ,કુમાર વિદ્યાલય, લાઠીની કલાપી વિનય મંદિર, લીલીયાની અમૃતબા વિદ્યાલય, રાજુલાની બાલક્રિષ્ના વિદ્યાપીઠ, એમ.એલ.શેઠ સ્કૂલના વિદ્યાર્થીઓ વીડિયો કોન્ફરન્સીંગના માધ્યમથી વર્ચ્યુઅલી જોડાયા હતા. વડાપ્રધાનશ્રીએ પરીક્ષાના ડરને દૂર કરી અને ગમતા અને ન ગમતા વિષયોની કેવી રીતે તૈયારી કરવી, જીવનમાં સમયનું મહત્વ કેટલું છે, મૂલ્યોનું મહત્વ, પરીક્ષા અને જીવનના લક્ષ્યોને સાધીને કેવી રીતે સફળતા મેળવવી તેના વિશે ગુરુમંત્ર આપ્યો હતો.

અમરેલી ખાતે યોજાયેલા કાર્યક્રમમાં જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ અધ્યક્ષશ્રી વિપુલ ભાઈ દુધાત, જિલ્લા શિક્ષણાધિકારીશ્રી લતાબેન ઉપાધ્યાય, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી મિયાણી, DIET પ્રાચાર્ય શ્રી દક્ષાબેન પાઠક સહિત શિક્ષણ વિભાગના અધિકારીશ્રીઓ અને કર્મચારીઓ તેમજ સંકુલના ડાયરેક્ટરશ્રી વલ્લભભાઈ રામાણી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related Posts