પઠાન ફિલ્મે જે રીતે પહેલા અને બીજા દિવસે કમાણી કરી તેવી ત્રીજા દિવસે નહિ કરી શકી
શાહરુખ ખાનની ફિલ્મ પઠાનનો જાદુ દુનિયાભરમાં ફેન્સના માથા પર ચઢીનો બોલી રહ્યો છે. આ ફિલ્મના રિલીઝ થયાને માત્ર ત્રણ દિવસ જ થયા અને ઘણા બધા રેકોર્ડ્સ બની ગયા છે. હવે ‘પઠાન’ની ત્રીજા દિવસની કમાણીની રિપોર્ટ પણ સામે આવી છે. જાણકારી મુજબ, ભારતમાં ભલે આ ફિલ્મનું કલેક્શન વધુ ન હોય, પરંતુ વર્લ્ડવાઇલ્સ કમાણીમાં બોક્સ ઓફિસ પર ડંકો વાગી રહ્યો છે. ટ્રેડ એનાલિસ્ટ રમેશ બાલાએ પોતાના ટિ્વટમાં જણાવ્યું છે કે ‘પઠાન’એ ભારતમાં ૩૪ થી ૩૬ કરોડ રૂપિયાની કમાણી કરી છે.
નોન-હોલિડે માટે આ એક યોગ્ય કલેક્શન છે, પરંતુ શાહરુખની ફિલ્મે તેના પહેલા અને બીજા દિવસે જે રીતે કમાણી કરી છે તે જાેતાં આ આંકડો ઘણો ઓછો છે. ઉપરાંત, ‘પઠાન’ ‘દંગલ’, ‘બાહુબલી ૨’ અને ‘દ્ભય્હ્લ ૨’ના ત્રીજા દિવસના કલેક્શનને મેચ કરવામાં નિષ્ફળ રહી છે. પરંતુ નિરાશ થવાની જરૂર નથી, કારણ કે દુનિયાભરમાં ‘પઠાન’ નો જલવો હજુ પણ કાયમ છે. ટ્રેડ વિશ્લેષક રમેશ બાલાના જણાવ્યા અનુસાર, પઠાને માત્ર ત્રણ દિવસમાં જ વિશ્વવ્યાપી બોક્સ ઓફિસ પર ૩૦૦ કરોડ રૂપિયાનો આંકડો પાર કરી લીધો છે. આ સાથે પઠાને વધુ એક રેકોર્ડમાં પોતાનું નામ લખાવ્યું છે. હવે વીકેન્ડ પર આ ફિલ્મનું કલેક્શન કઈ નવી ઊંચાઈઓને સ્પર્શે છે, તે જાેવાનું રહેશે. ફિલ્મે બીજા દિવસે કુલ ૭૦.૫૦ કરોડ રૂપિયા નેટ (ગ્રોસ- ૮૨.૯૪ કરોડ)ની કમાણી કરી છે.
આ પ્રકારે માત્ર એક દિવસમાં ૭૦ કરોડનું નેટ કલેક્શન કરનાર પહેલી હિંદી ફિલ્મ બની ગઈ છે. આ પ્રકારે આ ફિલ્મનું વિદેશી કલેક્શન પણ ખૂબ જ અવિશ્વસનીય રહ્યું છે, આ ફિલ્મે ૩૦.૭૦ કરોડ રૂપિયાની કમાણી કરી છે. ફિલ્મ પઠાને બીજા દિવસે પણ ઈતિહાસ રચી દીધો છે અને પોતાનો જ રેકોર્ડ તોડ્યો છે. આ ફિલ્મે પહેલા દિવસે હિંદી વર્ઝનમાં ૫૫ કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી છે તથા ડબ વર્ઝનમાં ૨ કરોડ રૂપિયાની કમાણી કરી છે. જેથી આ ફિલ્મનું પહેલા દિવસનું નેટ કલેક્શન ૫૭ કરોડ રૂપિયા છે.
Recent Comments