બોલિવૂડ

આલિયા ભટ્ટે પઠાન ફિલ્મના વિરોધીઓને આપ્યો જડબાતોડ જવાબ

સમગ્ર વિશ્વમાં શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણની ફિલ્મ ‘પઠાન’ની ઊજવણી કરવામાં આવી રહે છે. ઓડિયન્સ અને શાહરૂખ ખાનના ફેન્સ સિનેમાઘરના ફોટોઝ અને વિડીયોઝ શેર કરી રહ્યા છે. સેલેબ્સ પણ સિનેમાહોલમાં ફિલ્મ ‘પઠાન’ જાેયા બાદ રિએક્શન આપી રહ્યા છે. ડિઅર જિંદગીમાં શાહરૂખ ખાનની કો-સ્ટાર આલિયા ભટ્ટે પણ પઠાન માટેની ખુશી વ્યક્ત કરી છે. આલિયા ભટ્ટ પોતાની મમ્મી અને બહેન સાથે ફિલ્મ ‘પઠાન’ જાેઈ હતી અને ફિલ્મનું પોસ્ટર શેર કરીને ‘રિવ્યૂ’ પણ આપ્યો હતો. આલિયા ભટ્ટે પોતાની મમ્મી સોની રાઝદાન અને બહેન શાહીન ભટ્ટ સાથે સિનેમાઘરમાં પઠાન જાેઈ હતી.

આ દરમિયાન તેઓની સાથે આલિયા ભટ્ટની પુત્રી રાહા જાેવા મળી નહોતી. રણબીર કપૂર રાહાની ઘરે કેર કરી રહ્યા હશે. આલિયા ભટ્ટે ફિલ્મ જાેયા બાદ શાહરૂખ ખાન માટે લાગણી વ્યક્ત કરી હતી. જે લોકો ફિલ્મ ‘પઠાન’નો વિરોધ કરી રહ્યા હતા, તે લોકો પર આલિયા ભટ્ટે નિશાન સાધ્યું હતું. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર દિલવાળા ઈમોજી સાથે ‘પઠાન’નું પોસ્ટર કરીને લખ્યું હતું કે, ‘પ્રેમની હંમેશા જીત થાય છે.’ આલિયાએ ફાયરવાળા ઈમોજી સાથે ‘વ્હોટ અ બ્લાસ્ટ’ એટલે કે, ખૂબ જ ધમાકેદાર ફિલ્મ છે તેવું લખ્યું હતું. આલિયાના મમ્મી સોની રાજદાને સિનેમાહોલની એક સેલ્ફી શેર કરી હતી. આ સેલ્ફીમાં સોની રાજદાન શાહીન ભટ્ટ અને આલિયા ભટ્ટ સાથે જાેવા મળી રહી છે. તેમના હાથમાં પોપકોર્નના મગ જાેવા મળી રહ્યા છે અને સેલ્ફી માટે પોઝ આપી રહ્યા છે.

સોની રાજદાને દિલવાળા ઈમોજી સાથે આ ફોટો શેર કર્યો હતો અને ‘પઠાન’ લખ્યું હતું. આ ત્રણેયનો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. શાહરૂખ ખાનની ફિલ્મ ‘પઠાન’માં દીપિકા પાદુકોણ, જ્હોન અબ્રાહમ, ડિંપલ કાપડિયા અને આશુતોષ રાણા મુખ્ય પાત્ર ભજવતા જાેવા મળી રહ્યા છે. આ ફિલ્મમાં સલમાન ખાનનો ધમાકેદાર કેમિયો છે. આ ફિલ્મે પહેલા જ દિવેસ રેકોર્ડબ્રેક કમાણી કરી છે. આ ફિલ્મે માત્ર બે દિવસમાં ભારતમાં ૧૨૫ કરોડ રૂપિયાથી વધુનો બિઝનેસ કર્યો છે.

Related Posts