fbpx
સૌરાષ્ટ - કચ્છ

માળીયાના જશાપર ગામે એક આરોપીને પોલીસે ૨૫ લાખથી વધુના મુદ્દામાલ સાથે ઝડપ્યો

માળીયા તાલુકાના જશાપર ગામે પોલીસે ડીઝલ ચોરીના કૌભાંડનો પર્દાફાર્શ કરીને તમામ મુદ્દામાલ સાથે આરોપીની અટકાયત કરી ધોરણસરની કાર્યવાહી માળિયા પોલીસે હાથ ધરી છે. માળીયા પોલીસની ટીમે ચોક્કસ બાતમીને આધારે જશાપર ગામના ખરાવાડમા દરોડા પાડ્યા હતા. જ્યાં આરોપી સાગર માવજી ડાંગર ટેન્કરમાં ભરેલા ડીઝલ ઓઇલની ચોરી કરવા, ટેન્કર ઉપર લગાવેલ લોક ખોલી તેમાથી ડીઝલ ઓઇલનો જથ્થો વેંચાણ કરવાના ઇરાદે કેરબામાં કાઢતો રંગે હાથ ઝડપાયો હતો.

પોલીસે રૂપિયા ૧૦ લાખની કિંમતનું ટાટા કંપનીનુ ૩૧૧૮ મોડલનુ કંપનીના ટેન્કરમાં ભરેલા રૂપિયા ૧૫ લાખ ૬૦ હજારની કિંમતનું લાઇટ ડીઝલ ઓઇલ આશરે ૨૪ હજાર લીટર, ટેન્કરમાંથી કાઢેલા રૂપિયા ૨૬૦૦ની કિંમતનું ૪૦ લિટર ડીઝલ તથા આરોપી પાસેથી રૂપિયા ૨૦૦૦ની કિંમતના મોબાઈલ સહિત રૂપિયા ૨૫ લાખ ૬૪ હજાક ૬૦૦નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આરોપી સાગર વિરુદ્ધ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જે અંગેની વધુ તપાસ માળિયા પોલીસના ક્રિપાલસિંહ ચાવડા ચલાવી રહ્યાં છે.

Follow Me:

Related Posts