fbpx
ભાવનગર

પાલીતાણા તાલુકાની શ્રી જામવાળી-૧ કેન્દ્રવર્તી શાળાના શિક્ષિકા શીતલબેન લાઠીયાનું શિક્ષણ વિભાગ દ્વારા બહુમાન

પાલીતાણા તાલુકાની શ્રીજામવાળી-૧ કેન્દ્રવર્તી શાળાના શિક્ષિકા શ્રી શીતલબેન લાઠીયા નું ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા પાલીતાણા તાલુકાના પ્રતિભાશાળી શિક્ષક તરીકે સન્માન કરવામાં આવ્યું.

74 માં પ્રજાસત્તાક દિનની તાલુકા કક્ષાની ઉજવણી જે.વી. વાઘાણી હાઇસ્કુલ કુંભણ મુકામે કરવામાં આવેલ. આ કાર્યક્રમમાં પાલીતાણા તાલુકાના 11 શિક્ષકોને પાલીતાણા તાલુકાના પ્રતિભાશાળી શિક્ષક તરીકે સમગ્ર વર્ષ દરમિયાન બાળકો માટે નાવિન્યસભર પ્રવૃત્તિઓ અને તેમની ભણાવવાની અનોખી શૈલી તેમજ રાજ્ય અને નેશનલ કક્ષા સુધી જે શિક્ષકોએ શૈક્ષણિક નવતર પ્રયોગ કરેલ હોય તેવા શિક્ષકોનું બહુમાન કરવામાં આવ્યું.

શ્રીજામવાળી-૧ કેન્દ્રવર્તી શાળાના શિક્ષિકા શ્રી શીતલબેન લાઠીયા ટોય ફેરમાં નેશનલ કક્ષા સુધી ભાગીદારી કરેલ હતી. સમગ્ર ગુજરાતમાંથી 50 જેટલા શિક્ષકોને રાજ્યકક્ષાએ પસંદ કરવામાં આવેલ જેમાં પણ તેઓ પસંદ થયેલા હતા અને ભારત દેશના વડાપ્રધાન માન.નરેન્દ્રભાઈ મોદી દ્વારા આત્મનિર્ભર ભારત અભિયાન અંતર્ગત પ્રથમ ટોયફેર નેશનલ કક્ષાનું વર્ચુઅલ મોડમાં કરવામાં આવેલ જેમાં તેમણે પાર્ટીશીપેશન કરેલું હતું.

તેમની સવિશેષ શિક્ષણ પ્રણાલીને ધ્યાનમાં રાખીને પાલીતાણા તાલુકાના પ્રતિભાશાળી શિક્ષક તરીકે પ્રાંત અધિકારી સાહેબશ્રી યુવરાજ સિદ્ધાર્થ તથા ધારાસભ્યશ્રી ભીખાભાઈ બારીયાના હસ્તે સન્માન કરવામાં આવ્યું.

Follow Me:

Related Posts