આસારામ પાસે છે આટલા કરોડની સંપત્તિ, કોણ છે હવે કરોડોની સંપતિના માલિક? જાણો..
લંપટ આસારામને બળાત્કારના કેસમાં ગાંધીનગર સેશન્સ કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે..આસારામ પર બે બહેનો પર બળાત્કાર કરવાનો આરોપ હતો. આસારામનો પુત્ર નારાયણ સાંઈ પણ જેલમાં બંધ છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે આસારામ પાસે હાલમાં દસ હજાર કરોડથી વધુની સંપત્તિ છે. આવા સંજાેગોમાં મનમાં સવાલ ઉઠતો જ હશે કે પિતા-પુત્રના જેલમાં છે તો તેમના કરોડોના સામ્રાજ્યનો માલિક કોણ હશે. પ્રોપર્ટીનો અસલી માલિક કોણ છે. આસારામના ૪૦૦થી વધુ આશ્રમો છે. ૧૫૦૦થી વધુ સેવા સમિતિઓ છે.
અહીં ૧૭૦૦૦ થી વધુ બાળ સંસ્કાર કેન્દ્રો છે. આ ઉપરાંત ૪૦ થી વધુ ગુરુકુલો છે. તમામ પ્રોપર્ટીની કિંમત આશરે ૧૦,૦૦૦ કરોડ રૂપિયા છે. આસારામ બાપુ અને પુત્ર નારાયણને જેલમાં ધકેલી દીધા બાદ આ સંપત્તિની દેખરેખ આસારામની પુત્રી ભારતીશ્રી કરી રહી છે. સંત શ્રી આસારામજી ટ્રસ્ટ એક સેવાભાવી સંસ્થા છે અને તેનું મુખ્ય મથક અમદાવાદમાં છે. આસારામની પુત્રી ભારતીશ્રી હવે આ ટ્રસ્ટના મુખ્યાલયમાંથી રોજિંદી પ્રવૃત્તિઓનું સંચાલન કરે છે. એટલું જ નહીં, ભારતશ્રી દેશભરમાં ફેલાયેલા આશ્રમોની રોજિંદી કામગીરી અને અર્થવ્યવસ્થાને પોતાના નિયંત્રણમાં રાખે છે. જાે કે, તે કોઈ પ્રવચન કરતી નથી. અમદાવાદમાં આસારામે પોતાનો પહેલો આશ્રમ સ્થાપ્યો હતો. ભારતીનો જન્મ ૧૯૭૫માં થયો હતો.
વર્ષ ૨૦૧૩માં જ્યારે આસારામની ધરપકડ કરવામાં આવી ત્યારે ભારતી અને આસારામની પત્ની લક્ષ્મી દેવીની પણ ધરપકડ કરવામાં આવી હતી, પરંતુ બાદમાં બંનેને છોડી દેવામાં આવ્યા હતા. જેલમાંથી છૂટ્યા પછી જ ભારતીએ આ મિલકતોની સંભાળ રાખવાનું શરૂ કર્યું. આસારામનું પૂરું નામ આસુમલ થૌમલ સિરુમલાણી છે. આસારામનો જન્મ ૧૭ એપ્રિલ ૧૯૪૧ના રોજ બ્રિટિશ ભારતના નવાબશાહ જિલ્લાના બેરાની ગામમાં થયો હતો, જે હવે પાકિસ્તાનનો એક ભાગ છે. માતાનું નામ મહાગરબા અને પિતાનું નામ થૌમલ
Recent Comments