fbpx
ગુજરાત

સરકારે મટનની આટલી બધી દુકાનો રાતોરાત સીલ કરે તે વિશ્વાસ થાય તેમ નથી : હાઈકોર્ટ

રાજ્યમાં લાઈસન્સ વગર ધમધમતી ચિકન-મટનની દુકાનો સામેની અરજીમાં સરકારે રજૂ કરેલા સોગંદનામા સામે હાઈકોર્ટે સવાલો કર્યા હતા. ચીફ જસ્ટિસ અરવિંદકુમાર અને જસ્ટિસ આશુતોષ શાસ્ત્રીની ખંડપીઠે સરકારની ઝાટકણી કાઢતા એવી ટકોર કરી હતી કે, સુરતમાં એક રાતમાં ૫૭૮ મટનની દુકાનો બંધ કરાવી શકે તેવી સક્ષમ સરકાર કયારથી થઈ ગઈ? સરકાર આટલી મોટી સંખ્યામાં દુકાનો બંધ કરાવી શકે તે ડેટાની ખરાઇ કરાવવા દરેક જિલ્લામાં રચેલી કમિટીને સત્યતા તપાસીને સીલબંધ કવરમાં જવાબ રજૂ કરવા આદેશ કર્યો છે.

ખંડપીઠે મ્યુનિસિપલ કમિશનરને સોગંદનામું કરવા આદેશ કર્યો છે. વધુ સુનાવણી ૮ ફેબ્રુઆરી પર મુકરર કરી છે.ડીએલએસએ દ્વારા રજૂ કરાયેલા ડેટામાં અમદાવાદમાં ૩૧૨ મટન વેચતી દુકાનો હતી. તે પૈકી ૧૦૨ લાઇસન્સ વગરની દુકાનો છે, અને તે પૈકી અત્યાર સુધી ૬૬ દુકાનો સીલ કરી છે. ૭૯ દુકાનો બિનઆરોગ્યપ્રદ મટન વેચતા હોવાની રજૂઆત કરાઈ હતી. ખંડપીઠે સરકારને એવો સવાલ કર્યો હતો કે, બાકીની દુકાનો કેમ સીલ કરી નથી? જ્યારે સુરત કોર્પોરેશને એવી રજૂઆત કરી હતી કે, રાતોરાત ૫૭૮ લાઇસન્સ વગરની દુકાનો બંધ કરાઇ છે. જેની સામે હાઇકોર્ટે આશ્ચર્ય વ્યકત કર્યુ હતું. અરજદારના વકીલ અસીમ પંડયાએ એવી દલીલ કરી હતી કે, કતલખાને જતા પશુઓની વેટરનીટી ડોક્ટર પાસે ફીટનેસ સર્ટિફિકેટ લેવું જાેઈએ. રાજ્યભરમાં લાઈસન્સ વગર તેમજ અખાદ્ય મીટ વેચતી ૪૩૦૦થી વધુ દુકાનોનો જાન્યુઆરી મહિનામાં સરવે કરાયો હતો.

જેમાંથી ૩૨૦૦ દુકાનો સામે કેસ દાખલ કરવામાં આવ્યા છે. જ્યારે ૧૨૪૭ દુકાનો સીલ કરવામાં આવી છે. રાજ્ય સરકારના પ્રવકત્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું. તેમણે વધુમાં કહ્યું કે, દરેક નાગરિકને આરોગ્યપ્રદ આહાર મળી રહે તેટલા માટે સરકાર ઝુંબેશ હાથ ધરી છે. જે અંતર્ગત ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટીએ નગરપાલિકા,મહાનગરપાલિકા વિસ્તારની ૪૩૦૦થી વધુ મીટની દુકાનોનો સરવે કરાયો હતો. જેમાં અત્યાર સુધીમાં લાયસન્સ વગરની ૧૨૪૭ દુકાનોને સીલ કરાઇ છે,તે પૈકી ૮ મનપાની ૮૧૩, જયારે નપાની ૪૩૪ દુકાનોનો સમાવેશ થાય છે.

Follow Me:

Related Posts