ગુજરાત

વડોદરા MS યુનિ.માં ફરી યુવતી પર છેડતી, યુવતીએ ફરિયાદ કરી

અત્રે ઉલ્લેખનીય છે કે એમ.એસ.યુનિવર્સિટીમાં નમાજ, મારામારી, એટેન્ડન્શ શીટમાં બીભત્સ ચિત્ર અને ડાયરીને લઇને ભારે વિવાદ થયા છે. ત્યારે હવે ફરી એકવાર કેમ્પસમાં વિદ્યાર્થિનીની સાથે બનેલી આ ઘટનાએ ચકચાર જગાવી છે તેમજ સુરક્ષા પર પણ અનેક સવાલ ઊભા કર્યા છે. વડોદરાની એમ.એસ. યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીની યુનિટ બિલ્ડિંગ નજીક વિદ્યાર્થિનીનું ગળું પકડી માર મારનાર પાડોશી યુવક સામે યુવતીએ સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ મામલે યુવકની ધરપકડ કરી લીધી છે.

વિદ્યાર્થિનીએ જણાવ્યું હતું કે જાે એ સમયે સિક્યોરિટી ગાર્ડ ન આવ્યા હોત તો ન જાણે શું થયું હોત. વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીમાં કોમર્સ ફેકલ્ટીના યુનિટ બિલ્ડિંગ ખાતે ફરી એકવાર વિદ્યાર્થિનીની છેડતી અને તેના પર હુમલાની ઘટના સામે આવી છે. આ સમગ્ર મામલો ત્રણ દિવસ પહેલાંનો છે, પરંતુ વિદ્યાર્થિની ગભરાઇ ગઇ હોવાથી તેણે ફરિયાદ કરી ન હતી. હવે વિદ્યાર્થીનીએ હિંમત કરી આ હરકત કરનાર પાડોશી યુવક સામે સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

Related Posts