સાવરકુંડલા તાલુકાના મિતિયાળા ગામે ધરા ધ્રૂજી
ગઈકાલે તારીખ ૨-૨-૨૦૨૩ ના રાત્રિના ૧૦-૪૭ કલાકે ૨.૮ નો ભૂકંપનો આંચકો આવ્યો હતો. જો કે આ દિવસે રાત્રે કુલ ત્રણ આંચકા આવેલ. સાવરકુંડલા તાલુકાના મિતિયાળા ગામે ધરા ધ્રૂજી. અને આસપાસના ગિણિયા બગોયા અને અભરામપરાના લોકોએ પણ ભયંકર અવાજ સાંભળીને ચોંકી ઉઠયા હતા અને ગભરાટ પણ ફેલાયો હતો. આમ વારંવાર ધરાનું ધ્રૂજતું એ પણ અમુક સિમિત વિસ્તારમાં એ કંઈ બાબતોનો નિર્દેશ કરે છે એ સમજવા લોકો પણ આતુર છે.
Recent Comments