fbpx
રાષ્ટ્રીય

ટ્રમ્પને રાષ્ટ્રપતિ પદની દાવેદારીમાં ટક્કર આપવા ભારતીય મૂળના નિક્કી હેલી તૈયાર

ભારતીય મૂળની નેતા સંયુક્ત રાષ્ટ્રની પૂર્વ રાજદૂત નિક્કી હેલી અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણી લડી શકે છે. ૧૫ ફેબ્રુઆરી ૨૦૨૪માં રિપબ્લિકન પાર્ટી તરફથી રાષ્ટ્રપતિની ચૂંટણી લડવાની જાહેરાત કરી શકે છે. હેલી બે વખત સાઉથ કેરોલિનાના ગવર્નર રહી ચૂક્યાં છે અને સંયુક્ત રાષ્ટ્રમાં અમેરિકી રાજદૂત તરીકે સેવા નિભાવી ચૂક્યાં છે. ટ્રમ્પે ગયા વર્ષે તેમની પાર્ટી વતી ૨૦૨૪માં રાષ્ટ્રપતિ પદના ઉમેદવારી માટે પોતાનો દાવો રજૂ કર્યો હતો. આ પહેલાં પણ હેલીએ કહ્યું હતું કે જાે ટ્રમ્પ ચૂંટણી લડશે તો તે તેમને પડકારવા માંગશે નહીં. તાજેતરના સમયમાં તેના વલણમાં પરિવર્તન આવ્યું અને તેણે લખ્યું આ સમય નવી પેઢી માટે છે. યુએસમાં રાષ્ટ્રપતિ પદ માટે આગામી ચૂંટણી ૨૦૨૪માં યોજાવાની છે. તેમણે કહ્યું કે મને લાગે છે કે સંયુક્ત રાષ્ટ્રમાં હું જે કરવા સક્ષમ છું તે મેં કરી બતાવ્યું.

Follow Me:

Related Posts