કોરોના દરમિયાન ૫ મી મે ૨૦૨૨ ના રોજ ચેકમાં ૩૦ લાખ લખીને ચેક બાઉન્સ કરવી અંકલેશ્વર કોર્ટમાં ચેક રીટર્નનો કેસ દાખલ કરી દીધો હતો. જે બાદ પિતા પુત્ર કોર્ટમાં ગત તારીખ ૨૬ મી સપ્ટેમ્બર ૨૦૨૨ ના રોજ તારીખ પર પેરાલિસિસ વાળા પુત્રને લઇ તારીખ પર હાજર રહ્યા બાદ તેઓ પરત પોતાના ઘરે જઈ રહ્યા હતા ત્યારે ભરૂચી નાકા પાસે તેમને રોકી પુનઃ ધમકી આપી હતી. આ બનાવ અંગે પરેશ અમીન વિરૂધ્ધ ફરિયાદ નોંધાવવામાં આવતાં પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. અંકલેશ્વર શહેર એ ડીવીઝન પોલીસ વધુ તપાસ કરી રહી છે.
વ્યાજખોર પરેશએ હજુ ૧.૨૫ લાખ રૂપિયા બાકી છે. અને ઉઘરાણી ચાલુ રાખી હતી. એટલું જ નહિ ચેક બાઉન્સ કરી કોર્ટ કેસ કરવાની ધમકી આપવાની શરૂઆત કરી હતી જે બાદ કંટાળી ને કિરીટભાઈ પુરોહિત પોતાના પુત્ર સાથે તેની પત્ની અને બાળકોને લઇ દુકાન બંધ કરી પરત પોતાના ગામ મોરથાણ રહેવા જતા રહ્યા હતા. જ્યાં સંજય ટેન્શનમાં આવી જતા માનસિક સંતુલન ગુમાવી દીધું હતું.
તેમજ થોડા સમયમાં પેરાલિસિસ થઇ ગયું હતું.અંકલેશ્વરમાં વ્યાજખોરીનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. સુરતના ઓલપાડ ખાતે આવેલ મોરથાણના કિરીટ પુરોહિત તથા તેમનો પુત્ર સંજય સાત વર્ષથી અંકલેશ્વર ખાતે રહે છે. તેઓએ અંકલેશ્વર હવેલી ફળીયા ખાતે રહેતા પરેશ જયંતી અમીન પાસેથી ૫.૭૮ લાખ વ્યાજે લીધાં હતાં. પુરોહિત પરિવારે જમીન પર લોન લઇને પરેશ અમીનને ૯ લાખ ચુકવી દીધાં હતાં. જે બાદ પણ પરેશે રૂપિયાની માગણી ચાલુ રાખતા પરિવાર ભયમાં આવી ગયો હતો.
Recent Comments