અમરેલી

હજુ તો માઘ માસ છે. ત્યાં જ ઠંડી ગાયબ.. લાગે છે આ વર્ષે ઉનાળામાં પ્રખર ગરમી પડશે..

સાવરકુંડલા શહેરમાં આ માઘ માસમાં જ ઠંડી ગાયબ થઈ ગયેલી જોવા મળી. અને આમ ઉનાળા જેવું વાતાવરણ સર્જાયું.. આમ તો હજુ માઘ માસ હોય ઠંડી પડવી જોઈએ પરંતુ આજથી તો ઠંડી બિલકુલ ગાયબ. બપોરે કાળા ઉનાળા જેવું વાતાવરણ જોવા મળ્યું. આમ ઋતુંચક્રના સંતુલનના કંઈક અંશે અણધાર્યા પરિવર્તનો ખરેખર એક વિસ્મય સર્જનાર જ ગણાય છે. હાલ અમુક વૃક્ષો પર કેસુડો ધેધૂર છે તો વળી અમુક વૃક્ષો પર બિલકુલ નથી જોવા મળતો આ એક જ પરિપેક્ષમાં આવા અલગ અલગ પરિમાણો પણ પ્રાકૃતિક દ્રષ્ટિએ આશ્ર્ચર્ય સર્જનાર જ ગણાય. આજના વાતાવરણને લક્ષમાં રાખીએ તો આવતો સમય ગરમીનો પ્રકોપ ખૂબ વધશે એવું પૂર્વાનુમાન કરી શકાય..બસ બીજું તો શું? આશા રાખીએ કે આ ઉનાળો સૌનો હેમખેમ પસાર થઈ જાય. હા કદાચ આને જ આપણી સુસંસ્કૃત ભાષામાં ગ્લોબલ વોર્મિંગ કહી શકાય. આમ  અમરેલી પંથકનાં આસપાસ વિસ્તારોમાં આ શિયાળુ મોસમનો મિજાજ કંઈક અલગ જ જોવા મળેલ.

Related Posts