fbpx
સૌરાષ્ટ - કચ્છ

ચૂંટણી બાદ પ્રથમ વખત રાજકોટ જિલ્લા ભાજપની કારોબારીની બેઠક મળી

ચૂંટણી બાદ પ્રથમ વખત રાજકોટ જિલ્લા ભાજપની આજરોજ કારોબારીની બેઠક મળી છે. બેઠકમાં રાજકોટ જિલ્લાના તમામ તાલુકાના સંગઠનના હોદ્દેદારો હાજર રહ્યા હતા. બેઠકમાં ગુજરાત પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરા, જિલ્લાના પ્રભારી મંત્રી રાઘવજી પટેલ જિલ્લાના સંગઠન મંત્રી મહેન્દ્રસિંહ સરવૈયા તેમજ રક્ષાબેન બોળીયા સહિતનાઓ હાજર રહ્યા હતા.જયારે આજની બેઠકમાં ઉપસ્થિત રાજકોટ જિલ્લાના પ્રભારી મંત્રી રાઘવજી પટેલએ જણાવ્યું હતું કે, ચૂંટણી બાદ પ્રથમ વખત જિલ્લા કારોબારીની બેઠક મળી રહી છે. સંગઠનમાં કામ કરનારા લોકો વચ્ચે આપસમાં સુમેળ સધાય સંગઠનનું કાર્ય વધુ વેગવંતુ બને તે માટે આ પ્રકારની બેઠક બોલાવવામાં આવતી હોય છે.

આગામી સમયમાં પણ રાજકોટ શહેર અને જિલ્લામાં વિકાસના કાર્યો વધુ વેગવંતા બનાવવામાં આવશે. ભારતીય જાણતા પાર્ટી સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે કારોબારી બેઠકનું આયોજન કરવામાં આવતું હોય છે.વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ આજે પ્રથમ વખત રાજકોટ જિલ્લા ભાજપની કારોબારીની બેઠક મળી હતી આ બેઠકમાં રાજકોટ જિલ્લાના પ્રભારી મંત્રી રાઘવજી પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેની સાથે સાથે જિલ્લા ભાજપના હોદેદારો, ધારાસભ્યો અને પૂર્વ ધારાસભ્યો મંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. ખાસ કરી સંગઠન મજબૂત કરવા તેમજ વિધાનસભા ચૂંટણી સમયે પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનાર લોકોની યાદી પ્રદેશ ભાજપને આપવામાં આવી હતી.

જેને લઇ આજે બેઠકમાં ચર્ચા કરવામાં આવશે અને તથ્ય જણાય તો શિસ્ત ભંગના પગલાં લેવામાં આવશે. રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ મનસુખ ખાચરીયાએ જણાવ્યું હતું કે, રાજકોટના હેમુ ગઢવી હોલ ખાતે આજે જિલ્લા ભાજપની કારોબારીની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે અને થોડા દિવસ પહેલા પ્રદેશની કારોબારી સુરેન્દ્રનગર ખાતે મળી હતી. આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી ફરી કાર્યકર્તા અને હોદેદારો કામ પર લાગી જાય તે માટે બેઠક યોજવામાં આવતી હોય છે. ખાસ કરી વિધાનસભાની ચૂંટણીમાં પક્ષ વિરોધી કામ કરનારાઓનું લિસ્ટ મોવડી મંડળને આપવામાં આવ્યું છે. તે બાબતની રજૂઆત પણ પ્રદેશ માળખામાં કરવામાં આવી છે. ત્યારે આજે આ બાબતે ચર્ચા કરી બન્ને પક્ષે રજુઆત સાંભળી તથ્ય જણાય તો શિસ્તભંગના પગલાં લેવા સુધી કડક કાર્યવાહી કરવામાં આવશે.

Follow Me:

Related Posts