fbpx
ગુજરાત

મેનેજરના ત્રાસે બનાસ બેંકના કેશિયરનો ગળે ફાંસો ખાઇ આપઘાત

બનાસકાંઠા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકની કાંકરેજ તાલુકાના ખીમાણામાં શાખા કાર્યરત છે. જ્યાં છેલ્લા ત્રીસ વર્ષથી કાંકરેજ તાલુકાના રતનપુરાના નારણજી વાલાજી ઠાકોર (ઉ.વ.૫૨) કેશિયર તરીકે ફરજ બજાવતાં હતા. જાેકે, બેંકના મેનેજરના ત્રાસથી નારણજીએ ગુરૂવારે પોતાના ઘરે પંખા સાથે દોરી બાંધી આપઘાત કરી જીવન ટૂંકાવ્યું હતુ. આ અંગે મૃતકના પુત્ર સુરેશજી ઠાકોરે દિવ્ય ભાસ્કરને જણાવ્યુ હતુ કે, તેમના પિતા મેટ્રીક પાસ હતા. છેલ્લા ૩૫ વર્ષથી બનાસબેંકમાં ફરજ બજાવતાં હતા. ખિમાણામાં છેલ્લા એક વર્ષથી કેશિયર તરીકે ફરજ બજાવતાં હતા.બનાસ બેંકની ખિમાણા શાખાના મેનેજરના ત્રાસથી કેશિયરે પોતાના વતન રતનપુરા ગામે ઘરમાં ગળે ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો.

આ અંગે મૃતકના પુત્રએ શિહોરી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. બેંકનો મેનેજર સુધીરભાઇ ઠક્કર તેમને કમ્પ્યુટરનું જ્ઞાન નથી તેમ કહી અવાર- નવાર નોકરી બાબતે હેરાન કરતા હતા. આથી શુક્રવારે સાંજે રતનપુરા ગામે મકાનના રૂમમાં પંખે દોરી બાંધી ગળે ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. જેમની અંતિમ ક્રિયા વખતે કપડા બદલતી વખતે ખિસ્સામાંથી સુસાઇડ નોટ મળી હતી. આ અંગે મારા પિતાને મરવા માટે મજબૂર કરનાર ખિમાણા બેંકના મેનેજર સુધીર ઠક્કર સામે શિહોરી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. બેંક મેનેજર સુધીર ઠક્કરની હેરાનગતિથી નારાણજી ઠાકોર છેલ્લા દોઢ માસથી નોકરીએ જતા ન હતા. આથી બે દિવસ અગાઉ તેમના સાળા દિલીપજી જવાનજી ઠાકોર તેમને નોકરી પર મૂકવા ગયા હતા.

અને મેનેજરને રૂબરૂમાં મળી હેરાન નહીં કરવા માટે સમજાવ્યા હતા. નારણજી તે દિવસે નોકરીથી પરત આવ્યા પછી બીજા દિવસે નોકરી પર ગયા ન હતા. આથી પરિવારજનોએ પૂછતાં તેમણે કહ્યું હતું કે, ફરીથી મેનેજર હેરાન કરે છે. અને એ જ સાંજે નારણજીએ ઘરે આપઘાત કરી લીધો હતો.નારણજી ઠાકોરના પરિવારમાં તેમની પત્ની, બે દિકરા સુરેશજી અને ભરતજી છે. એક દીકરી દક્ષાબેનના લગ્ન થઈ ગયા છે. ગુરુવારે સુરેશજી તેમની સાસરીમાં ગયા હતા. ભરતજી રીક્ષા લઇ ધંધાર્થે ગયા હતા. તેમની માતા સદાસણ ગામે લગ્ન પ્રસંગમાં ગયા હતા. ત્યારે નારણજી ઠાકોરે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.

Follow Me:

Related Posts