તારીખ ૫/૨/૨૩ ના રોજ અમરેલી જીલ્લા પોલીસ/સુરક્ષા સેતુ સોસાયટી દ્રારા પોલીસ હેડ ક્વાર્ટર ખાતે ઉદ્યોગકારો, વેપારીઓ,લારી ગલ્લા અને કેબિન તથા રેંકડી ધારકો,ફેરિયા વગેરે જરૂરિયાતમંદ લોકોએ બહોળી સંખ્યા લોન મેળામાં ભાગ લઈને લાભ લીધો હતો. હવે જોવાનું એ રહે છે કે આ ભાગ લીધેલા લોકોમાંથી કેટલા લોકોને લોન મળશે? અને કેટલા સમય સુધીમાં? અગાઉ કહ્યું તેમ સરકારી બેંકોની લોન આપવાની પધ્ધતિ પણ થોડી આંટીઘૂંટીવાળી તો છે જ..આ માટે પણ તંત્ર દ્વારા ચોક્કસ પધ્ધતિ અપનાવવાનો સમય પણ આવી ચૂક્યો છે.
જો કે હવે કેન્દ્ર સરકારે પણ ૯૪ જેટલી લોન ધિરાણ આપતી ચાઈનીઝ એપ્લિકેશન બ્લોક કરવા અને તેના પર પ્રતિબંધ મૂકવાની પ્રકિયા શરૂ કરી છે. આ એપ્લિકેશનોએ દેશમાં હજારો લોકોના જીવન બરબાદ કર્યા છે અને આપઘાતો પણ સર્જ્યા છે એટલે સરકાર આ અંગે ચિંતિત તો છે કે લોકોને સરળતાથી લોન મળી રહે જેથી આકરાં વ્યાજના ચક્રમાં ન ફસાઈ. હવે જોવાનું એ રહ્યું કે આ તમામ બાબતોનું વિશ્ર્લેષણ કરી કેટલા લોકોને સરકારી રાષ્ટ્રીયકૃત બેંક દ્વારા કે અન્ય માન્ય ખાનગી બેંક કે સહકારી મંડળીઓ દ્વારા લોન મળશે..? અને મળી.. એનાં આંકડા પણ સરકાર દ્વારા પ્રસારિત થાય એવી અભિલાષા.
Recent Comments