ગુજરાત સરકાર દ્વારા નવી જંત્રીના દર અંગે સાવરકુંડલા શહેરના મધ્યમ વર્ગના લોકોમાં નારાજગીનો માહોલ જોવા મળ્યો. ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને આ મોંઘવારીમાં ઘરનું ઘર કે દુકાન વગેરે ખરીદવા માટે હવે વધુ રૂપિયા ચૂકવવા પડશે. એક તો મોંઘવારીમાં વિવિધ પ્રકારના ટેક્સ ભરતાં લોકોને જંત્રીના બમણા દર ખરેખર ખૂબ આકરા લાગે છે.
આ સંદર્ભે સરકારે પુનઃ વિચારણા કરવી જોઈએ એવું બુધ્ધિજીવીમાં ચર્ચાય રહ્યું છે. વાત તો ત્યાં સુધી થાય છે કે આ જંત્રીના નવા દર અમલમાં મૂકવા માટે પૂરો ગ્રાઉન્ડ લેવલનો અભ્યાસ તંત્ર દ્વારા કરવામાં આવ્યો હશે કે કેમ? સરકારના આ નિર્ણયથી મધ્યમ અને ગરીબ વર્ગ ખાસ પરેશાન જોવા મળે છે. સરકારે આ જંત્રીના દર અંગે પુનઃ વિચારણા કરવી જોઈએ તેવું શહેરીજનો ઈચ્છી રહ્યા છે.
Recent Comments