અમરેલી

સાવરકુંડલા તાલુકાના મિતિયાળા ગામે ધરા ધ્રૂજી

સાવરકુંડલા તાલુકાના મિતિયાળા વિસ્તારમાં રાત્રે ૯-૧૦ મિનિટે રીકટર સ્કેલ પર ૩.૨ ની તીવ્રતાનાં ભૂકંપના આંચકો  અનુભવાયો હતો. આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં પણ આ ભૂકંપની અસર જોવા મળી હતી. ગ્રામજનોમા ભયનો માહોલ જોવા મળ્યો હતો. સાવરકુંડલા ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાએ આ સંદર્ભે યુધ્ધના ધોરણે માનનીય મુખ્યમંત્રી સાથે પણ વાત કરી હતી તેમજ અમરેલી કલેકટર તથા ડેપ્યુટી કલેકટર સાથે પણ વાત કરી હતી ધારાસભ્યશ્રી પણ આજરોજ મિતિયાળા સરપંચ અને નાગરિકોના સીધા સંપર્કમાં રહીને પરિસ્થિતિ જાણી હતી અને ગ્રામજનોને હિંમત આપી અને આવતીકાલે સિસ્મોલોજીની ટેકનીકલ ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી જશે અને ધારાસભ્ય ખુદ આ મિતિયાળા ગામની મુલાકાત લઈને પરિસ્થિતિનો તાગ મેળવશે અને આ સંદર્ભે ઘટતું કરશે એવું ધારાસભ્યશ્રીએ એક ટેલીફોનીક વાતચીતમાં જણાવ્યું હતું.

Related Posts