fbpx
અમરેલી

આઈ.ટી.આઈ, અમરેલી ખાતે સ્કિલ એક્સપો-૨૦૨૩ અંતર્ગત ફર્સ્ટ મેગા સ્કિલ એક્ઝિબિશન યોજાશે

આઈ.ટી.આઈ, અમરેલી ખાતે આગામી તા.૧૦ ફેબ્રુઆરી,૨૩ને શુક્રવારના રોજ સવારે ૧૦ થી સાંજે ૪ વાગ્યા દરમિયાન સ્કિલ એક્સપો-૨૦૨૩ અંતર્ગત ફર્સ્ટ મેગા સ્કિલ એક્ઝિબિશન યોજાશે. ઔદ્યોગિક તાલીમ સંસ્થા (આઈ.ટી.આઈ) અમરેલી ખાતે ધો.૭, ધો.૮ અને ધો.૧૦ પાસ વિદ્યાર્થીઓ માટે લાંબાગાળાના તથા ટૂંકાગાળાના NCVT તથા GCVT પેટર્નના રોજગારલક્ષી વ્યવસાયો કાર્યરત છે. આ વ્યવસાયોમાં પ્રેક્ટિકલ ટ્રેનિંગ પ્રાપ્ત કરી વિદ્યાર્થીઓ સ્વરોજગારી પ્રાપ્ત કરી શકે છે. અહીં તાલીમ દરમિયાન તાલીમાર્થીઓને રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા જુદી-જુદી યોજનાઓ અંતર્ગત રેલ્વે, બસ મુસાફરી પાસ, સમાજ કલ્યાણ તથા સંસ્થાકીય શિષ્યવૃત્તિ, બહેનો માટે સાયકલ સહાયનો લાભ મળે છે.

આ ઉપરાંત મહિલાઓ, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, એક્સ સર્વિસમેન અને દિવ્યાંગ ઉમેદવારોને વિનામૂલ્યે તથા અન્ય ઉમેદવારોને રુ.૧૦૦ ટ્યુશન ફી સાથે તાલીમ આપવામાં આવે છે. આઈ.ટી.આઈ કોર્ષ પાસ કરતા તાલીમાર્થીઓને રાષ્ટ્રીય કક્ષા/રાજ્ય કક્ષાનું NCVT/GCVT  પ્રમાણપત્ર પણ મળે છે. કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓ અંતર્ગત આઈ.ટી.આઈ પાસ થયેલ ઉમેદવારને બેન્કેબલ લોન સહાય યોજના હેઠળ સ્વરોજગારી માટે લોન પણ ઉપલબ્ધ થઈ શકે છે.

Follow Me:

Related Posts