fbpx
અમરેલી

અમરેલી નગરપાલિકા દ્વારા બાંધકામોને રેગ્યુલાઇઝ કરવા માટે ઓનલાઇન અરજી કરવાની સિસ્ટમ અમલમાં

અમરેલી નગરપાલિકા હદ વિસ્તારમાં આવેલા હજારો બિલ્ડીંગો બિનઅધિકૃત રીતે ખડકી દેવામાં આવેલ છે આવા TV બિલ્ડિંગોની નિયમ અનુસાર બાંધકામ પરવાનગી લેવામાં આવેલ ન હોવાથી સરકાર દ્વારા ઇમ્પેક્ટ ફી ભરી આવા બિન અધિકૃત બાંધકામો રેગ્યુલાઇઝ કરવા હાલ એક યોજના અમલમાં મુકેલ છે. જેમાં આગામી દસ દિવસ માટે અમરેલી નગરપાલિકા દ્વારા ઓફલાઈન અરજીઓ પણ સ્વીકારવામાં આવશે. ત્યારબાદ બાંધકામો રેગ્યુલાઇઝ નહીં કરનારા મિલકત ધારકો સામે કડક સાથે કાર્યવાહી કરવામાં આવશે

પ્રાપ્ત વિગત મુજબ અમરેલી નગરપાલિકા દ્વારા હાલ સરકારશ્રીની સુચના મુજબ જે બાંધકામોની બાંધકામ પરવાનગી લેવામાં આવેલ નથી તેવા બાંધકામોને રેગ્યુલાઇઝ કરવા માટે ઓનલાઇન અરજી કરવાની સિસ્ટમ અમલમાં છે જે અરજીઓ અરજદારો આગામી તારીખ 16 ફેબ્રુઆરી સુધી કરી શકશે. ઓનલાઇન અરજીમાં અરજદારોને મુશ્કેલી પડતી હોવાનું સરકારને ધ્યાને આવતા બે દિવસ પહેલા સરકાર દ્વારા એક નવો પરિપત્ર કરવામાં આવેલ હતો. જેમાં અમરેલી નગરપાલિકા હદ વિસ્તારમાં આવેલા બાંધકામ રજા ચિઠ્ઠી વગરના બાંધકામો ને રેગ્યુલાઇઝ કરવા માટે નગરપાલિકા કચેરીમાં મિલકત ધારકો ની ઓફલાઈન અરજી સ્વીકારવામાં આવશે.

જે અંગે નગરપાલિકાના ચીફ ઓફિસર એચ. કે.પટેલે જણાવેલ હતું કે આગામી 16 ફેબ્રુઆરી સુધીમાં જે મિલકત ધારકોએ બાંધકામ પરવાનગી મેળવી ન હોય તેવા મિલકત ધારકોએ પોતાના બાંધકામને સરકારશ્રીની ગાઈડ લાઇન  મુજબ રેગ્યુલાઇઝ કરાવવા માટે નગરપાલિકા કચેરીમાં આવીને જરૂરી આધાર પુરાવા સાથે અરજી કરી શકશે. સરકાર શ્રી દ્વારા અગાઉ ફક્ત ઓનલાઇન જ અરજી કરવાનો પરિપત્ર કરવામાં આવેલ હતો.પરિપત્ર મુજબની ગાઈડલાઈન મુજબ  સમયમાં બાંધકામ રેગ્યુલાઇઝ કરવા માટેની અરજી નહીં કરનારા મિલકત ધારકો સામે કાયદા અનુસારની કાર્યવાહી કરવામાં આવશે. જેથી કરીને બાંધકામ રેગ્યુલાઇઝ કરાવવા માટે મિલકત ધારકોએ સરકારની ઓફલાઈનની સુવિધા નો લાભ લઇ વહેલી તકે અરજી કરી આપવા જણાવવામાં આવેલ હતું.

Follow Me:

Related Posts