પતિની ‘પત્નીએ ગેરકાયદે સંબંધનો ઓફિસમાં કર્યો હંગામો’ ફરિયાદ પર હાઈકોર્ટે છૂટાછેડા મંજૂર કર્યા
છત્તીસગઢ હાઈકોર્ટએ છૂટાછેડાને બરતરફ કરવાના મામલામાં અરજીને અલગ દ્રષ્ટિકોણથી જાેઈને આ કેસ પર ચુકાદો આપ્યો છે. પતિની અરજી પર ફેમિલી કોર્ટે પતિ-પત્ની વચ્ચેના અણબનાવને ધ્યાનમાં લઈને પતિની છૂટાછેડાની અરજી સ્વીકારી છે, અને છૂટાછેડાનો ચુકાદો સંભળાવ્યો છે. આ ર્નિણય સામે પત્ની છત્તીસગઢ હાઈકોર્ટમાં પહોંચી અને એક અરજી દ્વારા છૂટાછેડાના ર્નિણયને રદ કરવાની માંગ કરી. આ કેસમાં કોર્ટની ડિવિઝન બેન્ચે આ કેસ સંબંધિત તમામ પાસાઓને ધ્યાનમાં લઈને અને પુરાવાના આધારે સ્વીકાર્યું કે, પતિ પ્રત્યે પત્નીનું વર્તન ક્રૂરતા છે. પતિ પર ગેરકાયદેસર સંબંધનો આરોપ અને હંગામો, આ બધું ક્રૂરતાની શ્રેણીમાં આવે છે.
આ કેસમાં હાઈકોર્ટની ડિવિઝન બેન્ચે પત્નીની અરજી ફગાવી દેતા ફેમિલી કોર્ટના ર્નિણયને યથાવત રાખ્યો છે. ૨૦૧૦માં ધમતારી જિલ્લાના કુરુદના સબ એન્જિનિયરે રાયપુરની એક વિધવા સાથે લગ્ન કર્યા હતા. લગ્ન પછી થોડા વર્ષો સુધી બધું બરાબર ચાલ્યું. આ દરમિયાન તેને એક બાળક પણ થયો. પરંતુ, થોડાં જ વર્ષોમાં પતિ-પત્નીના સંબંધોમાં ખટાશ આવવા લાગી. પત્નીએ પતિ પર પરિવારથી દૂર રહેવાનું દબાણ કર્યું અને દબાણ હેઠળના પતિએ માતા-પિતાથી દૂર રહેવાનું શરૂ કર્યું, પરંતુ થોડા સમય પછી પણ મહિલાએ તેના ઓફિસર પતિ પર સાથીદાર સાથે ગેરકાયદેસર સંબંધ હોવાનો આરોપ લગાવવાનું ચાલુ રાખ્યું. આ બાબતે બંને વચ્ચે ઝઘડો ચાલતો હતો. છૂટાછેડાનું કારણ શું છે? તે પણ જાણો.. પત્ની તેના પતિ પર સહકર્મચારી સાથે ગેરકાયદેસર સંબંધ હોવાનો આરોપ લગાવીને વારંવાર તેની ઓફિસે પહોંચીને તેના પતિ સાથે ગેરવર્તન, હંગામો અને અપમાન કરતી હતી. જેના કારણે પતિએ ફેમિલી કોર્ટમાં અરજી કરી છૂટાછેડા મેળવી લીધા હતા.
આ ઉપરાંત અનૈતિક સંબંધના આધારે પરિવારને બચાવવા પતિની બદલી કરવા રાજ્યના એક મંત્રીને પણ અરજી કરવામાં આવી હતી. આ તમામ બાબતોથી પરેશાન એન્જિનિયર પતિએ ફેમિલી કોર્ટમાં છૂટાછેડા માટે અરજી કરી હતી અને ફેમિલી કોર્ટમાં છૂટાછેડા મંજૂર થયા હતા. કોર્ટે શું કહ્યું? તે જાણો.. છૂટાછેડા સામે પત્નીની અરજી પર સુનાવણી કરતા કોર્ટે કહ્યું કે અનૈતિક સંબંધના આધારે પતિનો ટ્રાન્સફરનો દાવો અને અનૈતિક સંબંધ હોવાનો આરોપ તેમજ ઓફિસમાં હંગામો પત્નીની ક્રૂરતાને સાબિત કરે છે. આ કેસમાં કોર્ટે છૂટાછેડા આપવાના ફેમિલી કોર્ટના ર્નિણયને યથાવત રાખતા પત્નીની અરજી ફગાવી દીધી હતી.
Recent Comments