fbpx
બોલિવૂડ

ફિલ્મો બોક્સ ઓફિસ પર ધૂમ મચાવે છે એક્શનનો કિંગ, જાણો તેમના આ સંઘર્ષની કહાણી

જે બોલિવૂડ સ્ટાર્સ વિશે જણાવી રહ્યા છીએ, તેમની ફિલ્મો બોક્સ ઓફિસ પર ધૂમ મચાવે છે. ભલે તે ક્યારેય સ્ક્રીન પર જાેવા મળ્યો ન હતો, પરંતુ તેને એક્શનનો કિંગ કહેવામાં આવે છે. આ સાથે જ તે ઇન્ડસ્ટ્રીના સૌથી સુંદર અને આકર્ષક સ્ટાર્સમાંથી એક છે. અમે વાત કરી રહ્યા છીએ ૧૪ માર્ચ ૧૯૭૩ના રોજ મુંબઈમાં જન્મેલા રોહિત શેટ્ટીની. ઉલ્લેખનીય છે કે, રોહિત શેટ્ટીએ ૨૦૦૩માં ફિલ્મ ‘ઝમીન’થી ડિરેક્ટર તરીકે ડેબ્યૂ કર્યું હતું. તે સમયે રોહિત ૩૦ વર્ષનો હતો. આ ફિલ્મ ભલે બોક્સ ઓફિસ પર ફ્લોપ સાબિત થઈ હોય, પરંતુ રોહિતનું ડિરેક્શન બધાને પસંદ આવ્યું હતું.

આ ફિલ્મમાં અજય દેવગણ, અભિષેક બચ્ચન, બિપાશા બાસુ લીડ રોલમાં હતા. ડિરેક્ટર બનતા પહેલાં રોહિતે ૧૭ વર્ષની ઉંમરે કુકુ કોહલી સાથે આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે ‘ફૂલ ઔર કાંટે’થી શરૂઆત કરી હતી. આ સાથે તેણે કુકુ સાથે ‘કોહિનૂર’ ‘સુહાગ’, ‘હકીકત’, ‘ઝુલ્મી’ જેવી ફિલ્મો પણ કરી. આ સિવાય તેણે અનીસ બઝમી સાથે ‘પ્યાર તો હોના હી થા’, ‘હિન્દુસ્તાન કી કસમ’ અને ‘રાજુ ચાચા’ જેવી ફિલ્મો કરી હતી. રોહિતના પિતા એમબી શેટ્ટી બોલિવૂડમાં જુનિયર કલાકાર હતા તે કદાચ કોઈને ખબર હશે. તેમનું નિધન થતાં પરિવારની જવાબદારી રોહિત પર આવી ગઈ. પિતાના અવસાન બાદ તેમનું ઘર વેચાઈ ગયું હતું. આવી સ્થિતિમાં ૧૦મા સુધી અભ્યાસ કર્યા બાદ રોહિતે કામ પર ધ્યાન આપવાનું શરૂ કર્યું. જ્યારે રોહિત કુકુમાં કામ કરવા લાગ્યો ત્યારે તેનો પગાર રૂ. ૩૫ હતો.

આવી સ્થિતિમાં તે પૈસા બચાવવા માટે મલાડથી અંધેરીના નટરાજ સ્ટુડિયો સુધી ચાલતો જતો હતો. ઈન્ટરવ્યૂ દરમિયાન રોહિતે જણાવ્યું હતું કે, તેણે વર્ષ ૧૯૯૫માં આવેલી ફિલ્મ ‘હકીકત’માં તબ્બુની સાડીઓને ઇસ્ત્રી કરવાનું કામ પણ કર્યું હતું. આ સિવાય તે અભિનેત્રી કાજાેલનો સ્પોટબોય પણ રહી ચૂક્યો છે અને તે ફિલ્મ ‘સુહાગ’માં અક્ષય કુમારના બોડી ડબલ પણ બન્યા હતા.

જ્યારે તેમનું ઘર વેચાઈ ગયું ત્યારે તેમની માતા અમિતાભ બચ્ચનના ઘરે પૈસા ઉછીના લેવા ગઈ હતી. કારણ કે બિગ બી રોહિતના પિતાના મિત્ર હતા. સમય બદલાયો અને રોહિતે તબ્બુને પોતાની ફિલ્મ ‘ગોલમાલ અગેન’માં અને કાજાેલને ‘દિલવાલે’માં અને અક્ષય કુમારને ફિલ્મ ‘સૂર્યવંશી’માં કાસ્ટ કર્યા હતા. રોહિતની આ ત્રણેય ફિલ્મોએ બોક્સ ઓફિસ પર શાનદાર પ્રદર્શન કર્યું હતું.

એક સમયે ગરીબીમાં જીવતા રોહિત શેટ્ટી બોલિવૂડના કરોડપતિ ડિરેક્ટર છે. તે ઈન્ડસ્ટ્રીમાં સૌથી મોંઘા ડાયરેક્ટ બની ગયા છે. મીડિયા રિપોર્ટ્‌સ અનુસાર, રોહિત શેટ્ટીની કુલ સંપત્તિ લગભગ ૩૦૦ કરોડ રૂપિયા છે. તે દર મહિને ૨-૩ કરોડ રૂપિયા કમાય છે. રોહિત મુંબઈમાં લગભગ ૬ કરોડના ઘરમાં રહે છે. તેમની પાસે મ્સ્ઉ, રેન્જ રોવર અને મર્સિડીઝ સહિત અનેક કાર છે જેની કિંમત કરોડોમાં છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/