અમદાવાદમાં ગુનાખોરીનું પ્રમાણ વધી રહ્યું છે. ત્યારે એસ. જી. હાઇવે પર પતિ-પત્ની મિટિંગ કરવા ગયા હતા. ત્યારે અજાણ્યો વ્યક્તિ આવીને ગાડીનો કાચ તોડીને પાકીટમાંથી ૨ લાખ રોકડ અને બેન્ક લોકરની ચાવી ચોરી ફરાર થઈ ગયો હતો. આ અંગે પતિને જાણ થતાં સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે. નારણપુરામાં રહેતા તુષાર રાણા તેમની પત્ની સાથે ઠેંફ ગાડીમાં એસ. જી. હાઇવે પર આવેલી મોન્ડલ હાઈટસની બાજુમાં આવેલ ગોયલ એન્ડ કંપનીના ગેટ બહાર કાર પાર્ક કરીને કંપનીમાં મિટિંગ કરવા ગયા હતા.
દંપતી મિટિંગ કરીને આવ્યું ત્યારે ડ્રાઇવર સીટની પાછળના દરવાજાનો કાચ તૂટેલો હતો. જે બાદ કારની અંદર તપાસ કરતા કારમાં પડેલ પત્નીના પાકીટમાંથી ૨ લાખ રૂપિયા રોકડ તથા બેન્ક લોકરની ચાવીની ચોરી થઈ હોવાનું જાણવા મળ્યું હતું. આ મામલે તુષાર રાણાએ સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસ ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.
Recent Comments