‘કિસી કા ભાઇ કિસી કી જાન’માં સલમાન ખાનનો આ અવતાર જાેઇને ચોંક્યા ફેન્સ
આજકાલ બોલિવૂડની ઘણી મોટી ફિલ્મોની જબરદસ્ત ચર્ચાઓ થઈ રહી છે. ઘણી ફિલ્મોનું શૂટિંગ ચાલી રહ્યું છે અને ઘણી રિલીઝ માટે તૈયાર છે. આ બધાની વચ્ચે તાજેતરમાં જ સલમાન ખાનની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘કિસી કા ભાઈ કિસી કી જાન’ જબરદસ્ત ચર્ચામાં આવી છે. સલમાન ખાને આ ફિલ્મને લઈને એક મોટું અપડેટ આપ્યું છે. આ સાથે તેણે પોતાની એક તસવીર પણ શેર કરી છે અને આ ફોટોમાં સલમાનનો ફર્સ્ટ લુક જાેવા મળી રહ્યો છે, જેને જાેઈને ફેન્સની એક્સાઇટમેન્ટ વધી ગઈ છે. હકીકતમાં, તાજેતરમાં જ સલમાન ખાને પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાની એક તસવીર શેર કરી છે.
આ ફોટોમાં સલમાન ખાન થોડો બદલાયેલો જાેવા મળી રહ્યો છે. તેનો નવો લુક જાેઈને દરેક લોકો દંગ રહી ગયા છે. આ ફોટોમાં ક્લીન શેવ લુકમાં સલમાન ખાને કાનમાં બુટ્ટી પહેરી છે. વ્હાઈટ શર્ટ અને બ્લેક ટાઈ પહેરીને સલમાન ખાન આ ફોટોમાં પોતાનું બ્રેસલેટ ફ્લોન્ટ કરતો જાેવા મળે છે. અહીં જુઓ ‘દબંગ ખાન’ની આ તસવીર વાયરલ થઈ રહી છે- આ ફોટો શેર કરતી વખતે સલમાન ખાને કેપ્શનમાં લખ્યું- ‘કિસી કા ભાઈ કિસી કી જાન કા શૂટ પૂરા હો ગયા’. આ કેપ્શનથી સ્પષ્ટ છે કે સલમાનનો આ લુક તેની આગામી ફિલ્મમાં જાેવા મળવાનો છે. આ પહેલા લાંબા વાળ અને વધેલી દાઢી સાથે તેનો લુક સામે આવ્યો હતો, જેમાં સલમાનને ઓળખવો મુશ્કેલ હતો.
સલમાનના લેટેસ્ટ લુકને જાેઈને ઘણા ફેન્સે તેના પર કોમેન્ટ કરીને કહ્યું કે તે ખૂબ જ યંગ દેખાઈ રહ્યો છે. જણાવી દઈએ કે ફિલ્મ ‘કિસી કા ભાઈ કિસી કી જાન’ આ વર્ષે ઈદના અવસર પર રિલીઝ થશે. જણાવી દઇએ કે સલમાન ખાન સ્ટારર ફિલ્મ ‘કિસી કા ભાઈ કિસી કી જાન’ એક્શન એન્ટરટેઈનર ફિલ્મ છે. સલમાન ખાન ઉપરાંત આ ફિલ્મમાં પૂજા હેગડે, શહેનાઝ ગિલ અને વેંકટેશ જેવા એક્ટર્સ છે. આ ફિલ્મ સલમાન ખાન ફિલ્મ્સના બેનર હેઠળ બની રહી છે. ‘કિસી કા ભાઈ કિસી કી જાન’ની સ્ટોરીમાં દર્શકોને એક્શન, કોમેડી, ડ્રામા, રોમાન્સ અને ઈમોશન બધુ જ જાેવા મળશે.
Recent Comments