દિલ્હી હાઈકોર્ટે ગુરુવારે દિલ્હી સરકારને ડ્રાઇવિંગ લાઇસન્સ, નોંધણી પ્રમાણપત્રો (ઇઝ્રજ) અને ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં પરિવહન સંબંધિત અન્ય માહિતી સ્વીકારવા સહિત મોટર વાહન અધિનિયમનું કડક પાલન સુનિશ્ચિત કરવા નિર્દેશ આપ્યો હતો. હાઈકોર્ટના આ ર્નિણય બાદ હવે ડ્રાઈવિંગ લાયસન્સ પણ ડિજિટલ સ્વરૂપમાં દર્શાવી શકાશે. ઈન્ડિયન એક્સપ્રેસના એક અહેવાલ મુજબ, ચીફ જસ્ટિસ સતીશ ચંદ્ર શર્મા અને જસ્ટિસ સુબ્રમણ્યમ પ્રસાદની ડિવિઝન બેંચ ટ્રાફિક ઉલ્લંઘન અને તેમની અસરકારક કામગીરીના મોનિટરિંગના સંદર્ભમાં ટેક્નોલોજી અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરને અપગ્રેડ કરવાની માંગ કરતી પીઆઈએલની સુનાવણી કરી રહી હતી.
આ દરમિયાન, અદાલતને જાણવા મળ્યું કે, દંડ રાજધાનીમાં ચલનના ઇલેક્ટ્રોનિક મોડમાં ચૂકવવામાં આવ્યો છે, અને દંડ વસૂલવાનું આ “દિલ્હી મોડલ” દેશના અન્ય રાજ્યો પણ અપનાવી રહ્યા છે. હાઈકોર્ટે કહ્યું કે, ઈન્ફોર્મેશન ટેક્નોલોજીનો ઉપયોગ પણ સામેલ કરવામાં આવ્યો છે, જેથી સુનિશ્ચિત કરી શકાય કે દંડની ચુકવણીના મામલે કોઈ પણ નાગરિકને હેરાનગતિ ન થાય. તમામ તથ્યોને ધ્યાનમાં રાખીને કોર્ટે કહ્યું કે હાલની પીઆઈએલમાં કોઈ વધુ આદેશ પસાર કરવાની જરૂર નથી.
ઉપરાંત, કોર્ટે કહ્યું કે, ચલણમાં પારદર્શિતા લાવવા માટે કાયદામાં અનુગામી સુધારા દ્વારા હાઇ-સ્પીડ કેમેરા, ક્લોઝ-સર્કિટ ટેલિવિઝન કેમેરા, સ્પીડ ગન અને બોડી વેરેબલ કેમેરા પણ સ્થાપિત કરવામાં આવ્યા છે. હાઈકોર્ટે ૧૭ ડિસેમ્બર, ૨૦૧૮ના રોજ રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલી સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજરની પણ નોંધ લીધી હતી, જેના સંદર્ભમાં કોર્ટે કહ્યું હતું કે, ‘તે ખૂબ જ સ્પષ્ટ છે કે જાે કોઈ વ્યક્તિ પાસે ડિજિટલ સ્વરૂપમાં પ્રમાણપત્રો હોય, તો તે માન્ય બનો.’



















Recent Comments