વડોદરા-સાવલી રોડ પર ફાયરિંગ કરી વિશ્વનાથ નામના યુવકની હત્યાના બે આરોપી ઝડપાયા
વડોદરા-સાવલી રોડ પર આસોજ ગામની સીમમાં ફાયરિંગ કરી વિશ્વનાથ નામના યુવકની હત્યાના કેસમાં પોલીસે આરોપી શિવસિંગ અને આકાશને ઝડપી પાડ્યા છે. વિશ્વનાથની હત્યા ધંધાની અદાવતમાં જ થઈ હોવાનું બહાર આવ્યું છે. પોલીસે ૧૦થી વધુ ટીમો બનાવીને રાજ્યના વિવિધ શહેરો ઉપરાંત રાજસ્થાન, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં તપાસ કરી હતી. પોલીસે સીસીટીવી અને મોબાઇલ લોકેશનના આધારે બંને આરોપીને પકડી પાડ્યા છે.
પોલીસે મૃતકના સાળા દિપકકુમાર રામનિવાસ કારોલીયા (રહે. જય ગણેશ સોસાયટી, આનંદવન કોમ્પલેક્ષની પાછળ સુભાનપુરા, મૂળ રહે પાટીવારા ગામ, તાલુકો પોરસા, જી મુરેના) મધ્યપ્રદેશની ફરિયાદના આધારે હત્યાનો ગુનો નોંધીને પીઆઈ એમ આર ચૌધરીએ તપાસ હાથ ધરી હતી. મૃતક વિશ્વજીત અમરસિંહ ગુજવર મોટરસાયકલ (નં-ય્ત્ન૦૬ઈત્ન ૬૯૨૧) લઈને ક્રિષ્ના રેસ્ટોરન્ટમાં જમવાનું બનાવવા નીકળ્યો હતો અને બે બાઈક સવારોએ વિશ્વનાથને દોડાવીને બે રાઉન્ડ ફાયરિંગ કરીને હત્યા કરી હતી. પોલીસ શિવસિંગ મેવા રામ( મૂળ યુપી)ને શકમંદ તરીકે જાેઈ રહી હતી.
મરનારના પરિવારજનો દ્વારા જાણવા મળ્યા મુજબ શિવસિંગ રાણા સાથે થોડાંક મહિના અગાઉ ઝઘડો થયો હતો. જાે કે ઝઘડાનું કારણ જણાયું નથી. એક અઠવાડિયા પહેલા આસોજ પાસે હત્યાનો બનાવ બન્યો હતો, જેમાં બીજા હુમલાખોરની ઓળખ છતી થઈ નથી. જાણવા મળ્યા પ્રમાણે શકમંદનું છેલ્લું લોકેશન સુરત હોવાનું જાણવા મળ્યું હતું.
Recent Comments