રાષ્ટ્રીય

પુલવામા CRPF પર થયેલા આતંકી હુમલાના ૪ વર્ષ પુરા થયા

એક તરફ વેલેન્ડાઈન ડે ની ઉજવણી થઈ રહી હતી ત્યારે બીજી તરફ આતંકીઓ દેશના જવાનો પર હુમલો કરવાની ઘાત લગાવીને બેઠાં હતાં. સવાર થઈ બધુ જ સામાન્ય હતું અને અચાનક માહોલ બદલાઈ ગયો. દેશના જાંબાઝ જવાનો જ્યારે પોતાનો કાફલો લઈને પસાર થઈ રહ્યાં હતા ત્યારે વિસ્ફોટક ફરેલી કાર તેની સાથે ટકરાવીને આતંકીઓએ પોતાના નાપાક ઈરાદાઓને અંજામ આપ્યો હતો. પુલવામામાં થયેલાં આતંકી હુમલાની આજે ચોથી વરસી છે. ઉલ્લેખનીય છેકે, આજે પુલવામા જિલ્લામાં થયેલા આત્મઘાતી હુમલાની ચોથી વરસી છે. CRPFના લેથપોરા કેમ્પ સ્થિત શહીદ સ્મારક ખાતે ૪૦ શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી. ઝ્રઇઁહ્લ જમ્મુ-કાશ્મીરના સ્પેશિયલ ડીજી દલજીત સિંહ ચૌધરી પણ શહીદોને શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા હતા.

રક્તદાન શિબિરની સાથે વિશેષ શસ્ત્રોનું પ્રદર્શન પણ યોજાયું. લેથપોરા ખાતે ૪૦ ઝ્રઇઁહ્લ જવાનોની યાદમાં એક સ્મારક સ્થળનું ઉદ્‌ઘાટન કરવામાં આવ્યું હતું, જેમણે ચાર વર્ષ પહેલાં થયેલા આતંકવાદી હુમલામાં પોતાનો જીવ આપ્યો હતો. સીઆરપીએફના ૧૮૫ બટાલિયન શિબિરમાં સ્મારકની સ્થાપના કરવામાં આવી છે, જ્યાં જૈશ આતંકવાદી આદિલ અહમદ ડારે એક વિસ્ફોટકથી ભરેલી કારને સુરક્ષા દળોના કાફલા સાથે ટકરાવી હતી. તે તમામ ૪૦ જવાનોની તસવીરો સાથે તેમના નામ અને ઝ્રઇઁહ્લનું સૂત્ર ‘સેવા અને વફાદારી’ પણ સ્મારક પર અંકિત છે. ૨૬ ફેબ્રુઆરી ૨૦૧૯ના રોજ ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનના બાલાકોટ ક્ષેત્રમાં એક આતંકવાદી કેમ્પ પર હુમલો કર્યો.

સંરક્ષણ દળોના જણાવ્યા અનુસાર આ હુમલામાં ઘણા આતંકવાદીઓ માર્યા ગયા હતા. જવાબી કાર્યવાહીમાં પાકિસ્તાને પણ બીજા દિવસે હવાઈ હુમલો કર્યો, જે દરમિયાન સ્ૈંય્-૨૧ ફાઈટર જેટના પાયલટ અભિનંદન વર્ધમાને પાકિસ્તાનના ઁછહ્લના હ્લ-૧૬ને તોડી પાડ્યું. આ પ્રયાસમાં વિંગ કમાન્ડર વર્ધમાન પાકિસ્તાની ક્ષેત્રમાં ઉતર્યા હતા અને તેમના વિમાનને ટક્કર માર્યા બાદ પાકિસ્તાની સેનાએ તેમને અંદર લઈ ગઈ હતી. માર્ચ ૧, ૨૦૧૯ની રાત્રે મુક્ત કરવામાં આવ્યા હતા અને બાદમાં ત્રીજા સર્વોચ્ચ વીરતા પુરસ્કાર, વીર ચક્રથી નવાજવામાં આવ્યા હતા.

Related Posts